- ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા, ROBOFEST-GUJARAT 4.0, તેનો ગ્રાન્ડ ફિનાલેનો કાર્યક્રમ 21 થી 24 જાન્યુઆરી, 2025 દરમિયાન ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે.
આ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું ઉદઘાટન મોના ખંધાર, IAS, અગ્ર સચિવ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમનાં ઉદ્ઘાટન સમારંભ દરમિયાન નિલેશ એમ. દેસાઈ, ડાયરેક્ટર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC – ISRO) અને ડો. રાજુલ ગજ્જર, વાઇસ ચાન્સેલર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ટેકનિકલ સલાહકાર સમિતિ-રોબોફેસ્ટના સભ્યો અતિથિ-વિષેશ તરીકે હાજરી આપશે.
આ રાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટ નવીનતા, ટેકનોલોજી અને સર્જનાત્મકતાની ઉજવણી છે, જે સમગ્ર ગુજરાતમાંથી 5,000 થી વધુ વિદ્યાર્થીઓને રોબોટિક્સમાં અદ્યતન પ્રગતિના સાક્ષી બનશે. IITs, NITs, IISERs અને અન્ય જાણીતી યુનિવર્સિટીઓ જેવી પ્રીમિયર સંસ્થાઓમાંથી સહભાગિતા મેળવનાર આ સ્પર્ધા તેજસ્વીતાને પ્રદર્શિત કરવા અને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ પુરુ પાડશે.
વિદ્યાર્થીઓ સાત કેટેગરીમાં આ રોબોટીક સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે: હેક્સાપોડ રોબોટ, રોવર, સ્વોર્મ, ટુ-વ્હીલ્ડ સેલ્ફ-બેલેંસીંગ રોબોટ, ફન-રોબોટીક્સ, સબમરીન અને અંડર-વોટર રોબોટ્સ અને એપ્લિકેશન-આધારિત રોબોટ્સ. દરેક કેટેગરી વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને ઉકેલવા માટે રોબોટિક્સની એપ્લિકેશનને હાઇલાઇટ કરે છે અને હેન્ડસ-ઓન લર્નિંગને પ્રોત્સાહન આપે છે.
1,284 પ્રારંભિક નોંધણીઓમાંથી, 169 ટીમોને લેવલ-1ની વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી, જેમાં દરેકને રૂ. 50,000ની નાણાંકીય સહાય આપવામાં આવી હતી.. આમાંથી, 100 ટીમોએ પ્રોટોટાઇપ સ્ટેજ પર આગળ વધીને સામૂહિક રીતે રૂ. 2 કરોડ ની ઈનામી રકમ મેળવી. આ પ્રોટોટાઇપ્સ ગ્રાન્ડ ફિનાલેમાં પ્રદર્શિત કરવામાં આવશે, જે મુલાકાતીઓને નવીન રોબોટિક સોલ્યુશન્સનાં લાઇવ ડેમોસ્ટ્રેશન દ્વારા એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે.
સ્પર્ધામાં રોબોટિક્સ પ્રોટોટાઇપ્સનું પ્રદર્શન પણ છે, જે વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા અને ટેકનિકલ કૌશલ્ય ઉદ્યોગજગત, શિક્ષણવિદો અને સાથી સહભાગીઓને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડે છે. વધુમાં, ઇવેન્ટની સાથે ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને નિષ્ણાતોની સાથે વાર્તાલપ યોજવામાં આવશે, જે ઉપસ્થિતોને રોબોટિક્સ અને કૃત્રિમ બુદ્ધિમત્તામાં પ્રગતિનું સંશોધન કરવા પ્રેરણા આપશે. ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ અને ઇનામ વિતરણ 24 મી જાન્યુઆરી 2025 ના રોજ યોજાશે.
રોબોફેસ્ટ-ગુજરાત 4.0 એ ભારતના રોબોટિક્સ લેન્ડસ્કેપમાં પરિવર્તનશીલ પ્રવાસનું પ્રતિનિધિત્વ કરે છે, જે STEM ક્ષેત્રોમાં ભાવિ નેતાઓને ઉછેરવા માટે ગુજકોસ્ટના વિઝનને સાકાર કરે છે. કુલ રૂ. 5 કરોડની રકમ સાથે., આ સીમાચિહ્નરૂપ ઇવેન્ટ ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા અને સહયોગ માટે નવા માપદંડો સ્થાપિત કરવા માટે તૈયાર છે, જે નવીનતા અને વૈજ્ઞાનિક પ્રગતિના હબ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.