મોરબીના નીચી માંડલ ગામના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ સામે રોક

બીન ખેતીના બોગસ દસ્તાવેજ બનાવી પ્લાન પાસ કરાવી જમીન હડપ કરાવી’તી

મોરબી જિલ્લાના નીચી માંડલ ગામના ચકચારી જમીન પચાવી પાડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીની ધરપકડ અને એફઆઈઆર સામે રોક નો ઓર્ડર કરેલ હતો

ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ રામજીભાઈ કાલરીયા દ્વારા એવી ફરિયાદ કરેલ કે ઉંચી માંડલ ગામના સીમ સર્વે નં 126/1 પૈકી 1ના જમીનમાંથી આશરે 1550 ચો.મી. જમીન પચાવી પાડવાના હેતુથી આરોપી વલમજી ભુદરભાઈ કાલરીયા તથા પરેશ ધનજીભાઈ પાંચોટિયાએ બનાવટી સંમતિપત્ર બનાવી નગરનિયોજનમાં પ્લાન મંજુર કરાવી બનાવટી દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ કરવામાં આવેલ હતી

આ નોંધાયેલ ફરિયાદના અનુસંધાને આરોપી તરફથી એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા મારફત ગુજરાત હાઈકોર્ટમાં ધરપકડ અને એફઆઈઆર સામે રોક મેળવવા અરજી કરેલ હતી તે દરમિયાન આ કેસ હાઇકોર્ટમાં ચાલતા આરોપી તરફે એડવોકેટની ધારદાર દલીલોને માન્ય રાખી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશની કોર્ટે આરોપીની ધરપકડ અને એફઆઈઆર સામે રોક નો ઓર્ડર કરેલ હતો, આરોપી તરફથી મોરબી જિલ્લાના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રેરકભાઈ ઓઝા રોકાયેલ હતા