વિમ્બલ્ડનને લઈ રોજરે ફ્રેન્ચ ઓપન અધવચ્ચે છોડી!!

0
140

ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે ફ્રેન્ચ ઓપનમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. ફેડરર પોતાના ત્રીજા રાઉન્ડના મુકાબલા બાદ ખુબ થાકેલો જોવા મળ્યો હતો અને તેણે સંકેત આપ્યા હતા કે, તે ટૂર્નામેન્ટ વચ્ચે છોડી શકે છે. ફેડરરે ટૂર્નામેન્ટના આયોજકોને આ જાણકારી આપી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ફેડરેશન તરફથી જારી નિવેદનમાં ફેડરરે કહ્યુ- મારી ટીમ સાથે વાત કર્યા બાદ મેં તે નિર્ણય કર્યો છે કે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાંથી આજે મારૂ નામ પરત લઈ રહ્યો છું. બે ઘુંટણની સર્જરી અને લગભગ એક વર્ષના રિહેબ બાદ તે મહત્વપૂર્ણ છે કે હું મારી બોડીનું સાંભળુ અને આગળ ટૂર્નાનેન્ટમાં ન રમુ.

ગોઠણની સર્જરીની પીડા વચ્ચે ૨૮મીથી શરૂ થનારી વિમ્બલડનને ધ્યાને રાખી નિર્ણય લીધો

ફેડરરે પોતાના ત્રીજા રાઉન્ડની મેચમાં ૫૯મી રેન્કિંગના ડોમિનિક કોપફરને  ૭-૬(૫), ૬-૭ (૩), ૭-૬(૪), ૭-૫થી હરાવ્યો હતો. લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી મેચમાં ફેડરર શારીરિક રીતે ખુબ થાકેલો જોવા મળ્યો હતો. ફેડરરે મેચ બાદ કહ્યુ હતુ- મને ખ્યાલ નથી કે હું આગળ રમી શકીશ કે નહીં. મારે નિર્ણય લેવો પડશે રમવું છે કે નહીં. મારા ઘુંટણ પર સતત પ્રેશર આપવું વધુ રિસ્કી નથી? દરેક મેચમાં મારે મારી સ્થિતિ જોવી પડશે અને તે વાત પર ધ્યાન આપવું પડશે કે આગામી સવારે ઉઠવા પર હું કઈ સ્થિતિમાં છું અને મારા ઘુંટણ કઈ રીતે કામ કરી રહ્યાં છે.

રોજરે કહ્યું હતું કે, મારા ઘૂંટણનું ઓપરેશન થયેલું છે અને હાલ તેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, રોજરની ઉંમર ૩૯ વર્ષની થઈ ગઈ છે. ગોઠણની સર્જરીનર્સ કારણે છેલ્લા ૧૭ માસમાં ખૂબ ઓછા મેચ રમ્યા છે. એક તરફ રોજર ગોઠણની સર્જરીથી પીડાઈ રહ્યો છે અને બીજી બાજુ ૨૮મી જુનથી વિમ્બલ્ડન શરૂ થવા જઈ રહી છે ત્યારે આરામ અને તૈયારી માટે રોજરને સમયની જરૂરીયાત હોવાથી તેણે ફ્રેન્ચ ઓપન અધવચ્ચે છોડી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here