Abtak Media Google News

ગતાંકમાં હૈદરાબાદ મૂક્તિ સંગ્રામમાં સ્થાનિય પ્રજાના અપ્રત્તિમ સાહસ શૌર્ય અને તેને મળેલા સરદાર વલ્લભભાઇ પટેલના સાથના કારણે નિઝામની ચુંગલમાંથી આજનું સાયબર સીટી હૈદરાબાદ આપણને પ્રાપ્ત થયુ.તેમાં સત્ય અને અહિંસાના આત્મબળથી પ્રજ્જવલીત ગાંધીજીની ભૂમિકા જેમાં એમનો મુખ્ય ઉદ્દેશ્ય તો હિંન્દુ-મુસ્લીમ એકતાનો હતો.પાર્લામેન્ટરી સ્વરાજની સામે એમની નેમ તો એવા હિંદના સ્વરાજની હતી જેમાં હિન્દુ-મુસ્લીમ કે જેમના ડીએનએ એક છે , એક રકત , એક ભૂમિ અને એક સંસ્કૃતિના વારસદાર સાથે રહી અને ભારતની ચીર-પુરાતન પ્રાચિન સભ્યતાના એ ઉદ્દાત વારસા થકી સમગ્ર વિશ્ર્વનું માર્ગદર્શન કરે એવો નિષ્પાપ ભાવ આ મહાત્માના હૃદયમાં 1904 મા જહોનિસબર્ગ થી ડરબન જતી વેળાએ એમના યહુદી મિત્ર મિ.પોલોકે આપેલુ જ્હોન રસ્કિનનું પૂસ્તક ’અનટુ ધીસ લાસ્ટ’ વાંચ્યા પછી 1906 ની 11 સપ્ટેમ્બરે જહોનિસબર્ગમાં જ સત્યાગ્રહ (સત્યનો આગ્રહ) ના રુપે પ્રગટ થઇ ચુક્યો હતો.એટલે જ એમની પ્રત્યેક કૃતિના મૂળમા અહિંસા અને આત્મબળ જ હતુ ,

જે એમના અંતરાત્મામા ’સ્વરાજ’ (આપણું સ્વયંનુ આપણા પર રાજ) ના રુપમાં ઉતરિ ચુક્યુ હતુ.પરંતુ વ્યાવહારિક જગતમાં જેમ એમના જ સમયમાં ગોખલેજી કે મનુભાઇ પંચોળી જેવા મુર્ધન્યો એ સમજી શક્યા ન હતા , તેમ સ્વતંત્રતાની આહલેક જગાવનારા સુભાષ,ટીળક , ભગતસિંહ , સાવરકર , આંબેડકર કે એમના અંતેવાસી સરદાર પટેલને પણ આ વિચારથી સ્વતંત્ર ભારતનું ઐક્ય પૂન: સ્થાપિત થઇ શકશે એ સંશય હતો.અને આ પણ એ લડાઇ હતી ભોગવાદી માનસ સામેની જે યેન-કેન પ્રકારેણ પોતાની ભૂમિ ,પોતાનુ અસ્તિત્વ કે સત્તા ભારતથી અલગ ચાહતી હતી.અને એટલે જ મુસ્લીમ લીગ હોય કે નિઝામી શાસન કે સિમાવર્તિ મુસ્લીમ કબિલા તેમને તેઓ એ અંગ્રેજોની સાપેક્ષમા પરાયા નહોતા માનતા તેમને તેઓ આજ ભૂમિના અભિન્ન અંગ માનતા આ વાતનો ઉદ્દઘોષ તેઓ 13 ઓકટો , 1940 ના હરિજનના એક લેખમાં કરતા લખે છે કે કે પરકીય અનુશાસનબદ્ધની તુલનામાં દેશી અરાજકતાયુકત શાસનને પણ પ્રધાનતાની હિમાયત કરેલી.

આની સામે નિ:શસ્ત્ર એવી હિન્દુ મહાસભાના અધ્યક્ષ વીર સાવરકરની ભૂમિકા દાર્શનિક , પરામર્શદાતા અને સેનાપત્તિની હતી.આથી જ મુંબઇના સેનાપતિ બાપટે જયારે  સ્વસ્ફુર્ત સત્યાગ્રહની ઘોષણા નિઝામ વિરુદ્ધ કરિ તો તેને પહેલુ સમર્થન વીર સાવરકરે આપેલુ.જેમા યોજના બનાવવી , આર્ય સમાજ સાથે સમન્વય સાધવો , વીર યશવંતરાવ જોષી જેવા હૈદરાબાદના કાર્યકર્તાઓને પ્રેરણા આપવી ઉપરાંત કોંગ્રેસના હિંન્દુ વિરોધી ષડયંત્રોને વિફળ કરવા જેવા મહત્વના આવનારા વ્યવધાનોને સંભાળવાની મહત્વની જવાબદારિ વીર સાવરકરે અદા કરિ.હૈદરાબાદના આ સંઘર્ષનું અધીષ્ઠાન હિન્દુત્વ શા માટે છે ?

તા.1 નવેમ્બર , 1938 ના દિવસને સર્વત્ર ’ભાગાનગર દિવસના રુપમાં મનાવવામાં આવ્યો એ પ્રસંગે મુંબઇના પરેલ સ્થિત શિવાજી વ્યાયામશાળા ખાતે શરિર તાવમાં તપતુ હોવા છતા એક કલાક સુધી ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વીર સાવરકર બોલ્યા ’આજે જે લોકો કહે છે કે નાગરિક અધીકારો પર ગ્રહણ લાગ્યુ છે એટલે હૈદરાબાદ સ્ટેટ કોંગ્રેસે સંઘર્ષ કરવો જોઇએ એ પ્રમાણ પર આધારિત નથી.મુસ્લીમોના અધીકારો સુરક્ષીત કરવામા આવી રહ્યા છે ,આટલુ જ નહી એમને બીજી જાતિના નાગરિક અધીકારો કચડવા માટેની ખુલ્લી છુટ આપવામાં આવી રહી છે.હૈદરાબાદમાં હિન્દુઓ 85% હોવા છતા નિઝામના શાસનમાં એમને 10% જગ્યા પણ નથી આ રિતે એમનો આર્થિક , સામાજિક , અને રાજકીય કચ્ચરઘાણ વળી રહ્યો છે.આથી વસ્તુત: આ સંઘર્ષમા મુસ્લીમોનો સાથ મળવાની સંભાવના શૂન્ય છે.’(કેસરી,8 નવે.-1938) આર્ય સમાજ પર જાતિવાદનો આરોપ લગાડી અને હિન્દુ મહાસભા સાથે એમના સંબંધ વિચ્છેદના પ્રયાસોની પણ સાવરકરે ટીકા કરિ.25 નવેમ્બર , 1938 ના દિવસે સોલાપુરમાં અખિલ ભારતિય આર્યસભાના સંમ્મેલનમાં સાવરકરજીએ કહ્યુ હિન્દુઓના પ્રત્યેક આંદોલન પર જાતિવાદની મ્હોર એ ગલત છે.પ્રત્યેકને પોતાની સંસ્કૃતિની રક્ષાનો અધીકાર છે.આ દેશ સાથેનો અમારો સંબંધ ફકત માટી , પથ્થર અને કંકડ પુરતો સિમિત નથી , પરંતુ આ હિન્દુ રાષ્ટ્ર હોય અમને પ્રાણોથી અધીક પ્રિય છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતિએ સાચી રાષ્ટ્રીયતાના ભાવને જન્મ આપ્યો છે.હિન્દુઓ દ્રારા હિન્દુ હોવાના કારણે હિન્દુત્વની રક્ષા કરવી એ જાતિયતા ન હોતા સાચી રાષ્ટ્રીયતા છે.જાતિયતા ના નામે બીજાને કષ્ટ આપવુ યોગ્ય નથી તેમ રાષ્ટ્રીયતા ના નામ પર જૂલ્મો સહન કરવા એ પણ ઠીક નથી.અલ્પસંખ્યકોના હિત વિષયક તેઓ જર્મનીનું ઉદાહરણ ટાંકે છે તો સાથે એ પણ ઉમેરે છે કે અમે એવો વ્યવહાર નહી કરિએ.અહીં તેઓ નિઝામ અને જિન્હાના શાસનને સ્વદેશી માનવાના ગાંધીજીના મનોભાવ પર ઉપહાસાત્મક પ્રતિક્રિયા આપતા કહે છે કે ગાંધીજી શબ્દોના પ્રપંચમા ફસાયેલા વ્યક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.અહીં તેઓ (ગાધીજી) એમ માને છે કે જિન્હાના શાસનમા પણ સુખચેન થી રહી શકશે.કારણકે શાસન જિન્હાનું હશે તો પણ વાસ્તવિકતામા એ હિંદ (ભારતિયો)નું શાસન હશે.આ વિષયક તર્ક આપતા તેઓ કહે છે કે ઔરંઝેબ હિંન્દી હોવા છતા શા માટે શિવાજી એના વિરુદ્ધ શિવાજી મહારાજે તલવાર ઉઠાવવી પડી ?? આ ભ્રામકતા સાંપ , બિચ્છુ વગેરેમા જે રુપથી લાગુ પડે એ જ અહીં છે.(સાવરકર વાંગમય ,ખંડ-4 , પૃ.493)

નિઝામ વિરોધી નિ:શસ્ત્ર સંઘર્ષ સમયે ડો.આંબેડકરનું કોઇ વકતવ્ય તત્પુરતુ ઉપલબ્ધ નથી.પરંતુ હિન્દુ-મુસ્લીમ રિયાસતોના સંદર્ભમાં મુસ્લીમ નેતાઓની ભૂમિકા સંદર્ભે એમણે કરેલ ભાષ્ય અને આગળ જતા 1947 મા નિઝામના સંદર્ભમાં એમના અસંદિગ્ધ વિસ્તૃત કથન ઉપલબ્ધ છે.ભારતિય રિયાસતોમાં મુસ્લીમ નેતાઓના બેવડા વલણ અને તેનો મુસ્લીમ જનતા પર પ્રભાવ વિષે તેઓ લખે છે કે કશ્મિરમા હિન્દુ રાજા અને મુસ્લીમ આવામના સંદર્ભમા પ્રતિનિધી સરકારની માંગ જયારે આથી ઉલટ હૈદરાબાદમાં મુસ્લીમ નિઝામની પ્રજા હિંન્દુ ત્યારે પ્રતિનિધી સરકારનો વિરોધ.જે સાબિત કરે છે કે એમના માટે લોકતાંત્રિક વ્યવસ્થા પ્રમુખ નથી.(ડો.બાબાસાહેબ ,અક્ષરદેહ , ખંડ -15 , પૃ.230) 27 નવેમ્બર,1947 ના રોજ કાનુન મંત્રી તરીકે ના વકતવ્યમાં પોતાના પાકિસ્તાન અને હૈદરાબાદ સ્થિત બંધુઓને સ્થાનાંતરણ કરિ ભારત આવવાનું ખુલ્લુ નિમંત્રણ આપે છે.આ વકતવ્યમા અનુસુચિત જાતિ બંધુઓના બળજબરિ પૂર્વકના ધર્માંતરણની વાત પણ એમણે ઉઠાવી છે.

આ ઉપરાંત અસ્પૃશ્ય બાંધવોના ઘરો જલાવવાની ઘટનાઓના કારણે ભયનું વાતાવરણ પેદા  કરવામા આવ્યુ જેથી તેઓ હૈદરાબાદમા જનતાંત્રિક સરકાર રચના માટે ચલાવવામાં આવતા આંદોલનમા ભાગ ન લે આ વાતનો પણ ઉલ્લેખ કરે છે.પોતાના બાંધવોને મુસ્લીમ લીગ પર વિશ્ર્વાસ ન કરવા પણ જણાવે છે.બળજબરીથી ધર્માંતરિત થયેલા બંધુઓને સધીયારો આપતા કહે છે કે એમણે કદાપી પોતાની મૂળ અવસ્થા ખોઇ છે એવુ માનવુ નહી.ધર્માતરિત બંધુઓ સ્વયં ઇચ્છશે તો એને સ્વધર્મમાં પરત લાવી અને પહેલા જેવા જ ઉચિત વ્યવહાર અને સન્માનની ખાતરિ આપે છે.

નિઝામને ભારતશત્રુ ગણાવી એને સહકાર ન આપવા અનુ.જાતિ બંધુઓને જણાવે છે.ગમે એટલા અન્યાય અને અત્યાચાર પછી પણ ભારત પ્રત્યેનુ કર્તવ્ય વિસરાય નહી એ સાથે ભારતશત્રુને અનુ.જાતિ બંધુઓએ નિઝામને કોઇ સહયોગ ન આપ્યાનો આનંદ વ્યકત કરે છે.(ડો.બાબા સાહેબ આંબેડકર સમગ્ર ભાષણ ખંડ 7 , પૃ.15-16) અહીં એમનુ રાષ્ટ્રદર્શન અભિપ્રેત થાય છે.જનતા એ પણ સમગ્ર રાષ્ટ્રના વ્યાપક હિતમાં નેતાઓનો દ્રષ્ટીકોણ પારખી કૌન પારકુ કે પોતાનુ , કઇ બાબત રાષ્ટ્રીય અને કઇ જાતિય એનો નિર્ણય પ્રજાતંત્રમા જનતાએ કરવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.