Abtak Media Google News

ગીર-સોમનાથ, જયેશ પરમાર

ગીર સોમનાથમાં દરરોજ મોટો સંખ્યામાં લોકો ઉમટે છે. અહી સ્થિત બાર જ્યોતિર્લીંગમાંના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ દાદાના દર્શન કરવા તેમજ પવિત્ર ત્રિવેણી મહાસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા ભાવિકો આવે છે. પરંતુ તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા ત્રિવેણી મહાસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવતા લોકોમાં રોષ પ્રવર્તયો છે. સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી આમને સામને આવી જતાં હોબાળો મચી ગયો છે. સ્થાનિક તીર્થ પુરોહિતો લાલઘૂમ થઈ ઉઠ્યા છે. અને આ નિર્ણયને ગેરવ્યાજબી ઠેરવી વિરોધ દર્શાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતભરમાં મહાતીર્થોમાં પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિંડદાન કરવામાં આવે છે. સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમમાં કૃષ્ણ ભગવાન પોતે પોતાના સ્વજનોને લઇ ત્રિવેણી સંગમ આવેલ તે શાસ્ત્રોમાં વિદિત છે. પ્રભાસ તિર્થક્ષેત્રમાં જયાં હિરણ્ય, સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.