ભારતીય નૌકાદળની શાન વધારશે ‘રોલ્સરોય’

રોલ્સરોય ઇલેક્ટ્રીક યુઘ્ધ જહાજ બનાવવા માટે ભારતીય સેના સાથે ભાગીદારી કરવા આતુર

લક્ઝરિયસ મોટરની બ્રાન્ડ બની રહેલી રોલ્સરોયની મોટર દરેક માટે એક સ્વપ્નું હોય છે પરંતુ દરેકના સપનાં પૂરા થતાં નથી. જૂના જમાનામાં તો કં5નીએ એવી પ્રથા રાખી હતી કે જેવા તેવા લોકોને તો કંપની મોટર વહેંચતી પણ નહીં અને પોતાના ગ્રાહકો તરીકે રાજા-રજવાડાઓ અને પૈસાદાર વર્ગને જ પોતાની બ્રાન્ડ આપવામાં આવતી હતી. એક વખત સૌરાષ્ટ્રના એક રાજવી સાદા વેશપરિધાનમાં લંડનના શો-રૂમમાં ગાડી જોવા ગયા તો કંપનીના સેલ્સમેને રાજવીને સામાન્ય માણસ ગણીને ગાડી જોવા પણ દીધી ન હતી. આ રાજવીએ મોંઘા ભાવની બે ડઝન ગાડી મંગાવીને પોતાના રાજમાં રોલ્સરોયને કચરાના ટીપરવાન તરીકે વાપરવાનું શરૂ કરતાં કંપનીને રાજવીની માફી માંગવી પડી હતી.

સદીઓથી ઉંચી કિંમતો અને ક્વોલીટીના કારણે સ્ટાન્ડર્ડ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. રોલ્સરોય હવે નૌકાદળને આધુનિક ઇલેક્ટ્રીક વોરશિપ સહિતની સુવિધાઓ માટે મદદરૂપ થવા તૈયાર થઇ છે.

રો-એન્જીન પાવર અને પ્રોપલ્શન સિસ્ટમની મુખ્ય કંપની રોલ્સરોયએ જાહેરાત કરી હતી કે ભારતીય નૌકાદળના ઇંગ્લેન્ડ સાથે થયેલાં કરાર અને નૌકાદળની આધુનિકરણની જરૂરીયાતોમાં રોલ્સરોય સહભાગી થશે. ભારત અને દક્ષિણ એશિયાના એક્ઝીક્યુટીવ કિશોર જયરામને જણાવ્યું હતું કે કંપની નૌકાદળના નવીનીકરણમાં જોડાશે. ભારત પોતાના સંરક્ષણ સરંજામ અને ખાસ કરીને નૌકાદળને આધુનિક બનાવવા જઇ રહ્યું છે ત્યારે યુધ્ધ જહાજોનું ઇલેક્ટ્રીફીકેશન અને ઇલેક્ટ્રીક યુધ્ધ જહાજના નિર્માણ માટે કમર કસી છે ત્યારે ઇંગ્લેન્ડની આગામી સ્ટ્રાઇક ગૃપ ટૂર દ્વારા કંપનીની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવશે. શક્તિશાળી એમ.ટી.30 પ્રકારના યુધ્ધ જહાજમાં ગેન્ટર બાઇન અને લો-વોલ્ટેજ વિદ્યુત વિતરણની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. રોલ્સરોય વિશ્ર્વની અગ્રીમ ટેકનોલોજી અને ડીઝાઇન કંપની ગણાય છે અને યુધ્ધ જહાજો અને વિમાનોના ઇલેક્ટ્રીફીકેશનમાં મદદરૂપ થાય છે. કં5નીના રિચાર્જ પાર્ટ્રિજે જણાવ્યું હતું કે રોલ્સરોય કંપની ભારતના આધુનિક નૌકાદળમાં ઇલેક્ટ્રીક યુધ્ધ જહાજોના નિર્માણ, વપરાશ અને સંચાલનમાં મદદરૂપ થશે.