Abtak Media Google News

ગત 2020 કરતા આ વર્ષે આ તહેવારમાં લોકોના ઉમંગ ઉત્સાહમાં વધારો જોવા મળે છે

મેળો બંધ હોવાથી પરિવાર સાથે નજીક કે દૂર જવાના પ્લાનીંગ કરતા નગરજનો

અબતક, અરૂણ દવે, રાજકોટ

રંગીલા રાજકોટના તહેવારોની ઉજવણી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. સાતમ-આઠમનો મેળો કરવાનો સગા-સ્નેહીઓ બહારગામથી રાજકોટ આવીને ત્રણ -ચાર દિવસ આનંદ માણતા આજે બોળચોથથી જ બજારોમાં રોનક જોવા મળી રહી છે. ગત 2020ના આ તહેવારો વખતે કોરોનાની મહામારી વધુ પડતી હોવાથી લોકોએ તહેવારોનીઉજવણી કરી ન હતી પણ આ વર્ષે મહામારી નબળી પડતા લોકોમાં ધીમેધીમે રંગત જામવા લાગી છે.

આજે બોળચોથને કાલે નાગ પંચમી બાદમાં રાંધણછઠ્ઠ, શિતળાસાતમ, ગોકુલઆઠમને પારણાનોમના આપણા પારંપરિક તહેવારો આદીકાળથી પુરા ઉત્સાહ સાથે કાઠીયાવાડ ઉજવી રહ્યું છે.

રાજકોટની વિવિધ બજારો સાથે લોકો વસ્ત્રો-રમકડા,મોબાઈલ, ટીવી જેવી ઘણી વસ્તુઓ ખરીદતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 20 મહિનાથી બહાર આવવા જવાનું લગભગ બંધ જેવું હોવાથી હવે થોડીછૂટછાટ મળતા પરિવારનાં માહોલ સાથે નગરજનો બહાર ફરવા નીકળી રહ્યા છે.

આ વખતે મટકી ફોડ માટે પણ સરકારે રાત્રીનો સમય વધારતા કાનુડાના આ ઉત્સવમાં તેની જન્માષ્ટમી ઉજવવા યુવા વર્ગમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ધો.1 થી 8ના બાળકોને તો છેલ્લા દોઢ વર્ષથી રજા જ હોવાથી તેઓ પણ આ આનંદોત્સવ માણવા તલપાપડ થઈ રહ્યો છે.

ઈતિહાસમાં કદાચ પ્રથમવાર આ સાતમ-આઠમના તહેવારોની ઉજવણીમાં પ્રથમ પસંદગી પરિવારજનો સાથે માણવાની નગરજનો કરી રહ્યા છે. નજીકના કે દૂરના કુદરતી સ્થળોએ સવાર-સાંજની પિકનીક માણવાની રાત્રે શ્રાવણીયો ફેમીલી ઉત્સવમાં ‘પત્તા’ની રમતનો જલ્વો પણ ઘરઘરનાં લોકો આનંદથી માણવાના પ્લાનીંગ કર્યા છે.

કોરોનાની અસર બધા સેકટરોમાં પડયા બાદ હવે બજારો ખૂલ્લીને થોડાથોડા ધંધા રોજગાર પણ શરૂ થઈને હવે ગાડી પાટે ચડતી જોવા મળે છે. તેવા વાતાવરણમાં પણ નગરજનો બજારોમાં ખરીદી કરતા જોવા મળે છે.

બ્યુટીપાર્લર મોલ-કપડાની દુકાન-રમકડા બજાર સાથે નાની મોટી વસ્તુની ખરીદી બજારમાં જોવા મળી રહી છે. હજી પણ ઘણા લોકોના મનમા ત્રીજી લહેરનો ડર પણ સાથે જોવા મળી રહ્યો છે. બધા જ લોકો ફરી એજ રૂટીન વાતાવરણ નિર્માણ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પણ પ્રવર્તમાન સ્થિતિ જોતા હજી દિવાળી સુધીનો સમય સાવચેતી રાખવા જેવો છે. એ નકકી વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.