Abtak Media Google News

 

26મી માર્ચથી 29મી મે વચ્ચે આઇપીએલના 74 મેચ રમાશે: મહારાષ્ટ્રના 4 મેદાનોમાં 40 ટકા પ્રેક્ષકોને છૂટ અપાશે

અબતક,નવીદિલ્હી

આઇપીએલ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટેનું એક ઉત્તમ પરિબળ સાબિત થયું છે ત્યારે આ વાત એટલે કે વર્ષ 2022માં યોજનારું આઇપીએલ અત્યંત રોમાંચક ભર્યું નીવડશે. મોહમાયાની નગરીમાં આઇપીએલની રોનક પણ પુરજોશથી જામશે. તારીખ 26 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ 10 ટીમો વચ્ચે મુંબઈ ખાતે એલાને જંગ કરશે જેમાં 40 ટકા જેટલા ક્રિકેટ રસિકોને ગ્રાઉન્ડ પર મેચ નિહાળવા માટે ની છુટ આપવામાં આવી છે જે અંગેની જાહેરાત ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન બ્રિજેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

15મી સિઝનમાં જે બે નવી ટીમો જોડાઈ છે જેમાં ગુજરાત ટાઈટન અને લખનવ સુપરજાયન્ટસનો સમાવેશ થયો છે. આ તકે જ્યારે 15મી સિઝનમાં જે 74 મેચ રમવા જઈ રહ્યા છે તેમાંથી 70 મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ની સાથો સાથ બ્રેબોન સ્ટેડિયમ, ડી.વાઈ પાટીલ ગ્રાઉન્ડ અને ગહુંજે સ્ટેડિયમ પુના ખાતે રમાશે. બીજી તરફ જે માહિતી આપવામાં આવેલી છે જેમાં તેવા સ્પષ્ટ થઈ રહી છે કે 15મી સિઝનના 20 મેચ વાનખેડે અને ડી વાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાશે જ્યારે 15 મેચ બ્રેબોન અને ગહુંજે સ્ટેડિયમ ખાતે રમાશે.

હાલના તબક્કે આઇપીએલની શરૂઆતમાં કુલ 40 ટકા પ્રેક્ષકોને આવવાની છૂટ આપવામાં આવી છે પરંતુ જો કોરોના કેસ માં ઘટાડો સંપૂર્ણ રીતે જોવા મળશે તો ગ્રાઉન્ડ માં દરેક સીટ પર પ્રેક્ષકોને હાજરી આપવા માટેની છૂટ અપાશે. જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 15 નો ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે તે વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.