Abtak Media Google News

બુગાટી લા વોઈચર નોઈરે રોનાલ્ડોને આગામી ૨૦૨૧માં મળશે આ કાર ૨૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે

હાલ કંપનીએ કાર ખરીદનારની વિગતો આપવાનો ઈન્કાર કર્યો છે: કંપની આ કારનું માત્ર એક જ યુનિટ બનાવશે તેવી અગાઉ જાહેરાત કરી હતી

કાર ઉત્પાદક કંપની ’બુગાટી’એ તાજેતરમાં જ જિનેવા ખાતે યોજાયેલા ઓટો શોમાં દુનિયાની સૌથી મોંઘી કાર ’બુગાટી લા વોઈચર નોઈર’ પ્રસ્તુત કરી હતી. કંપની દ્વારા આ કારનું એકમાત્ર યુનિટ બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કારની કિંમત ૧.૧ કરોડ યૂરો (અંદાજે ૮૬ કરોડ રૂપિયા) છે. બુગાટી લા વોઈચર નોઈરેની ખરીદી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું .

પરંતુ કંપનીએ તેના માલિક અંગે જાણકારી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાલમાં સામે આવેલા સમાચારો ઉપર નજર કરીએ તો આ કાર સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ખરીદી હોવાનું સામે આવ્યું છે. જોકે આ સંદર્ભે પણ કંપનીએ હજી સુધી પુષ્ટિ કરી નથી. ડેઈલી મેલના અહેવાલ મુજબ આ કારની ખરીદી માટે રોનાલ્ડોએ ૮૪ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ પહેલાં એવી અફવા હતી કે દુનિયાની સૌથી મોંઘી કાર ફોક્સવેગન ગૃપનાં પૂર્વ ચેરમેન ફેરિન પીએચ દ્વારા ખરીદવામાં આવી છે.

સ્પેનિસ સ્પોર્ટ્સ ’ડેઈલી માર્કો’ના અહેવાલ મુજબ આ કારનો માલિક પોર્ટુગલનો ફૂટબોલર છે. જે ઈટાલિયન લીગ જૂવેન્ટ્સ તરફથી રમે છે. કેટલાંક અહેવાલોમાં એવું પણ સામે આવ્યું છે કે, રોનાલ્ડોને આ કારની ડિલીવરી ૨૦૨૧માં મળશે. કારણ કે, કંપની હજી કારના પ્રોટોટાઈપનાં કેટલાંક ભાગને આખરી ઓપ આપવા ઉપર કામ કરી રહી છે.

બુગાટીની આ કારની ડિઝાઈન ૧૯૩૬ અને ૧૯૩૮માં બનેલી ટાઈપ ૫૭ એસસી એટલાન્ટિક મોડેલ જેવી છે. બુગાટી લા વોઈચર નોઈરેમાં ૮.૦ લીટર ટર્બોચાર્જ ડબ્લ્યૂ-૧૬ એન્જિન લગાવ્યું છે. જે ૨૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેદ્રસિંહ ધોનીને જેમ બાઈકનો શોખ છે.

તેવો જ ફૂટબોલર રોનાલ્ડોને પણ અલગ-અલગ કારનો શોખ છે. રોનાલ્ડોએ ગત વર્ષે જ ૨૧.૫ લાખમાં બુગાટી ચિરોન ખરીદી હતી. તેના કાર ગેરેજમાં ’મર્સિડિઝ સી ક્લાસ સ્પોર્ટસ કૂપ’, ’એસ્ટન માર્ટિન’, ’લેમ્બોર્ગિની એવેન્ટાડોર એલપી ૭૦૦-૪’, ’ઉન ફરારી ૫૯૯ જીટીઓ’, ’મેક્લોરેન એમપી૪ ૧૨સી’, ’બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટીસી સ્પીડ’ અને ’રોલ્સ રોયસ ફેન્ટમ’ જેવી કાર સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.