Abtak Media Google News

1949માં આવેલી ફિલ્મ ‘મહલ’નું ગીત આયેગા આનેવાલા આજે પણ લોકો યાદ કરે છે. 1950 થી 1960 સુધી ઘણી સસ્પેન્સ, થ્રીલર ફિલ્મ સફળ રહી સાથે તેમાં સુંદર ગીતો આજે પણ લોક પ્રિય છે. ગોલ્ડન એરાના યુગમાં વિવિધ વિષય આધારીત ફિલ્મો સાથે આવી ફિલ્મોની પણ હતી બોલબાલા

બોલીવુડનો છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ સાથે મુંગી ફિલ્મો બાદ બોલતી ફિલ્મો આવી, બ્લેક એનડ વ્હાઇટ ફિલ્મનો યુગ સુવર્ણ હતો. સ્ટોરી, ગીતો, સંગીતની તાકાતથી ફિલ્મો સફળ થતી. એક ફિલ્મમાં સાત-આઠ ગીતો હતા. લોકોને ગીત ગમતાને પૈસા પણ ઉડાડતા હતા. પ્રારંભે ઐતિહાસિક, રોમેન્ટિક, પ્રણય ત્રિકોણ, ધાર્મિક, સસ્પેન્ડ, થ્રીલર, હોરર, કોમેડી અને પારિવારિક જેવી ફિલ્મોએ જમાનામાં આવતી. છેલ્લા પાંચ દશ મિનિટ ફાઇટીંગ હિરો-વીલનની અચુક આવે એ નકકી જ હતું. હિરોઇનને વિલન ઉપાડી જાય ને કાર પાછળ સાયકલ, સ્કુટર, ઘોડો કે દોડીને હિરો પાછળ જઇને છોડાવે ને ફિલ્મ પૂરી થાય. લોકો ફિલ્મ જોવાને દુનિયાની સૌથી વધુ ખુરી માનતા હતા. ટોકિઝમાં ફિલ્મના પોસ્ટર જોઇને પણ મિત્રો સાથે કલાકો સુધી વાતો કરતા એ દિવસો હતા.

1949માં આવેલી પુનર્જન્મ આધારીત ફિલ્મ ‘મહલ’ એ જમાનામાં ખુબ જ સફળ રહી હતી. ‘આયેગા… આયેગા… આને વાલા’ ગીત ખુબ જ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મ બાદ સસ્પેન્સ ફિલ્મોનો દોર શરૂ થયો ને થ્રિલર સાથે હોરર ફિલ્મો થયું હતું. આ ફિલ્મ બાદ સસ્પેન્સ ફિલ્મોનો દોર શરુ થયોને થ્રિલર સાથે હોરર ફિલ્મો પણ બનવા લાગી, અભિનેતા મનોજકુમારની ફિલ્મો વધુ આવી જેમાં સાજન ગુમનામ, અનીતા અને વહ કૌનથી ખુબ જ સફળ રહી તેના ગીતો પણ ખુબ જ લોકપ્રિય થયા હતા. કોહરા અને બિસસાલ બાદ ફિલ્મોએ સફળતાના શિખરો સર કર્યા હતા. ‘કહી દિપ જલે કહી દિલ’ જેવા હિટ ગીતો લોકો આજે પણ મોબાઇલમાં સાંભળે છે.

એ વખતના વિલન લાંબા ઓવર કોટ અને માથે કેપ અને હાથમાં ચીરૂટ કે પાઇપ વડે ઘુમાડાના ગોટા કાઢે, કશું જ ન બોલે ફકત ચહેરાના હાવભાવથી જ દર્શકોમાં ડર પેદા કરતાં જેમાં કે.એન. શીંગ સૌથી મોખરે આવે બાદમાં ઘણા વિલનો આવ્યા પણ તેના જેવી અમીટ છાપ એક પણ વિલન છોડી શકયો નથી. વિલનની યાત્રામાં  અન્સારી બી.એમ. વ્યાસ જીવન, પ્રાણ, શેખ મુખ્તાર, અનવર હુશેન, મદનપૂરી, અજીત, પ્રેમ ચોપડા કલમકપૂર, રૂપેશકુમાર, દેવકુમાર જેવા ઘણા વિલનો 1950 થી 70 ના દશકમાં આવ્યાને સફળ ફિલ્મો આપી હતી. રામસે બ્રધર્સની હોરર ફિલ્મોનો એક યુગ હતો જેના નામો પૂરાની હવેલી તપખાના, વિરાના અંઘેરીરાત જેવા હતા.

નૂર મહેલમાં કોમેડિયન જગદીપ મુખ્ય પાત્રમાં હતો. આ ફિલ્મનું ગીત ‘મેરે મહબુબ ન જા…. આજ કી રાત ન જા’ ખુબ જ સફળ વિનડયું હતું. આ વિષય આધારીત અપરાધી કોન (1957), ગુમનામ (1965), અનિતા (1967), સાજન (1969), વહ કૌનથી (1994), કાનુન (1960), સી.આઇ.ડી. (1956), ઇતફાક (1969) અને હમરાઝ (1967) સફળ ફિલ્મો રહી હતી. રાજ ખોસલા બી.આર. ચોપરા જેવા નિર્માતાઓએ ઘણી સસ્પેન્સ, થ્રીલર ફિલ્મો બનાવી હતી. સુનિલ દત્ત, મનોજકુમાર, વિશ્ર્વજીત જેવા કલાકારોએ ખુબ જ સુંદર અભિનય આવી ફિલ્મોમાં કર્યો હતો. આ બધી સફળ ફિલ્મોમોના ગીતો પણ એટલા જ સુંદર હતા. ટાંચા સાધનોમા શ્ર્વેત-શ્યામ રંગમાં પણ દર્શકોને જકડી રાખવામાં ફિલ્મો સફળ રહી હતી.

આજના યુગમાં રામગોપાલ વર્માની ફિલ્મો પણ આવે છે. જેમાં ‘રાત’ ખુબ જ સારી ફિલ્મ હતી. 1920 અને રાઝ નામની ફિલ્મો પણ ર1મી ફિલ્મ ‘સન્નાટા ’ આવી હતી. આ દૌરની ઝાલ, બ્લેક કેટ, ઘર નં.44, કહી દીન કહીરાત, બુઢા મીલ ગયા, જવેલ થીફ, પેરાત ફિર ન આયેગી, ટાવર હાઉસ, રાત ઔર દીન, નુરમહલ ઘુંદ, ખેલ ખેલ મે પર દે કે પી છે, શિકારી- જંગલ મે મંગલ, પુનમ કી રાત, લાલ બંગલા અને તીસરી મંજીલ જેવી હિટ ફિલ્મો દર્શકોને ખુબ જ પસંદ પડી હતી.

અંગ્રેજી ફિલ્મ ‘હાઉસ ઓફ વેકસ’ ઉપરથી નિર્માણ થયેલ હિન્દી ફિલ્મ ‘વહ કોઇ ઐાર હોગા’ જેમાં ફિરોઝખાને સુંદર  અભિનય કર્યો હતો. એ જમાનામાં આવી ફિલ્મો સફળ થતી તો અચુક બી ગ્રેડની ફિલ્મો આવતી થ્રીલર  સસ્પેન્સ ફિલ્મની જાહેરાતમાં અંત કોઇ ને કહેશો નહી, એવું લખતા હતા. મિત્રો પણ ફિલ્મની બધી સ્ટોરી કરે પણ અંતની વાત ન કરતા, એ જમાનામાં ફિલ્મની સ્ટોરી પણ સૌ મિત્રો ટોળું વળીને રસમયથી સાંભળતા હતા.

એ યુગમાં એટલે 1950 થી 75 સુધીમાં રહસ્યમય ફિલ્મો ઘણી સફળ રહી હતી. બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મો આ સમયમાં જ આવી હતી. દર્શકો સાથે જોડાયેલી મજબૂત વાર્તા તેનું જમા પાસુ હતું. ઘણી ફિલ્મોમાં તે દર્શકો ખુરશી સાથે ચોટી જતા હલતા પણ નહી એટલી તન્મયતા ફિલ્મોની હતી. એ જમાનામાં સસ્પેન્સ ફિલ્મ જોવાનો ક્રેઝ હતો. 1960ના દશકામાં આવી ઘણી ફિલ્મો આવી હતી. આ સમયની ટોપ-10 ફિલ્મોમાં કાનુન (1960), બીસસાલ બાદ (1962), વહ કૌન થી (1964), કોહરા (1964), ગુમનામ (1965), મોરા સાયા (1966), તીસરી મંઝીલ (1966), હમરાઝ (1967), ઇત્તેફાક (1969), જેવી સફળ ફિલ્મોના નામ આવતા હતા. આ બધી જ ફિલ્મોના સુંદર ગીતો પણ હતા સાથે તમામ કલાકારોએ શ્રેષ્ઠ અભિનય કરીને સુંદર સંગીત સાથે દર્શકોને જકડી રાખી હતી.

1940 થી 1970 સુધીના બોલીવુડના ત્રણ દાયકામાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આવી હતી. ઐતિહાસિક વિષય આધારીત પ્રણય ત્રિકોણ સાથેની રોમેન્ટિક ફિલ્મો પણ સફળ રહી હતી. ધાર્મિક વિષયની ફિલ્મો પણ લોકો જોવા જતા હતા. સસ્પેન્સ, થ્રીલર અને હોરર ફિલ્મોનો પર એક દૌર આ યુગ સાથે જોડાયો ઘણી સુપરડુપર ફિલ્મો આપણને માણવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.