રૂટે ભારતના ‘મૂળિયા’ ઉખેડયા: ૧૮૦ રનની અણનમ ઇનિંગ રમી ઇંગ્લેન્ડને કેપ્ટન જોએ અપાવી લીડ!!

ઇંગ્લિશ ટીમની બોલિંગ રણનીતિ સામે ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ ટેસ્ટ  મેચની ચોથા દિવસની રમત રવિવારે રમાઇ હતી. ભારતીય ટીમની બીજી બેટીંગ ઇનીંગ દરમ્યાન ઇંગ્લેન્ડ સામે પડકાર રાખવાની રમત રમાઇ રહી છે. ભારતીય ટીમ પ્રથમ બેટીંગ ઇનીંગના અંતે ઇંગ્લેન્ડ કરતા ૨૭ રન થી પાછળ હતી. ચોથા દિવસની રમતના અંતે ભારતીય ટીમે બીજી ઇનીંગમાં ૧૮૧ રન ૬ વિકેટ ગુમાવી ને કર્યા હતા. દીવસભરની રમત બાદ પણ ૨૦૦ ના આંકને પાર કરી શકાયો નહોતો.

ચોથા દિવસની રમતની શરુઆત કેએલ રાહુલ અને રોહિત શર્માએ કરી હતી. ભારતીય ટીમે ૨૭ રનની ઇંગ્લેન્ડની સરસાઇને પાર કરવાની હતી. જે દરમ્યાન રાહુલની વિકેટ ગુમાવી હતી. ભારતે પ્રથમ વિકેટ ૧૮ રને જ ગુમાવી હતી. રાહુલે ૩૦ બોલમાં ૫ રન કર્યા હતા. ત્યાર બાદ રોહિત શર્માની વિકેટ ૨૭ રનના સ્કોર પર બીજી વિકેટના રુપમાં ગુમાવી હતી. રોહિતે ૩૬ બોલમાં ૨૧ રન કર્યા હતા. વિરાટ કોહલી પણ ૨૦ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.

ટોપ ઓર્ડર આઉટ થતા ભારત ની સ્થિતી દબાણ ભરી બની ચુકી હતી. ભારતે ૫૫ ના સ્કોર પર જ ૩ વિકેટ ગુમાવી હતી. આમ હાથમાંથી સરકતી મેચને આખરે પુજારા અને રહાણેએ મેચની સ્થીતી સંભાળી લીધી હતી. ચેતેશ્વર પુજારાએ ધીરજ પુર્વકની રમત રમી હતી. ક્રિઝ પર દિવાલની માફક અડગ ઉભો રહી રહાણેને સાથ પૂરાવ્યો હતો. પુજારાએ ૪૫ રન ૨૦૬ બોલમાં કર્યા હતા. અજીંક્ય રહાણેએ ૧૪૬ બોલમાં ૬૧ રન બનાવ્યા હતા. બંને ની જોડીએ ભારતના સ્કોર બોર્ડમાં ૧૦૦ રન ઉમેરતી ભાગીદારી રમત રમી હતી.

રવિન્દ્ર જાડેજા પાસે થી અપેક્ષાઓ હતી, પરંતુ તે સેટ થાય એ પહેલા જ મોઇન અલીનો શિકાર થયો હતો. તે બોલને સમજવામાં થાપ ખાઇ જતા ક્લીન બોલ્ડ થયો હતો. ઋષભ પંત ૧૪ રન અને ઇશાંત શર્મા ૪ રન સાથે રમતમાં રહ્યો હતો.

માર્ક વુડ ઇંગ્લેન્ડ માટે બીજી ઇનીંગનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ભારતની મહત્વની વિકેટો ઝડપી હતી. વુડે ઓપનીંગ જોડી તોડવા સાથે ૩ વિકેટ ઝડપી હતી. મોઇન અલીએ પણ જબરદસ્ત બોલીંગ કરી હતી. તેણે જાડેજા અને રહાણેની વિકેટ ઝડપી હતી. સેમ કરને એક વિકેટ મેળવી હતી.

ત્રીજા દિવસની વાત કરવામાં આવે તો, ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ ૩૯૧ રનના સ્કોર પર સમાપ્ત થયો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે ૧૮૦ રનની અણનમ ઇનીંગ રમી હતી. તેની આ ઇનીંગને લઇને જ ઇંગ્લેન્ડ પર મુશ્કેલીઓને દુર કરી શકાઇ હતી. ભારતીય ટીમે કેએલ રાહુલ ના શતક વડે મજબૂત સ્કોર ખડક્યો હતો. જેને લઇ શરુઆતમાં ઇંગ્લેન્ડ દબાણની સ્થિતીમાં હતુ. પરંતુ રુટની રમતે ઇંગ્લેન્ડ પર ના દબાણને હળવુ કર્યુ હતુ.

ત્રીજા દિવસની રમતના અંતિમે બોલે ઇંગ્લેન્ડની ઇનીંગ સમેટી શકાઇ હતી. ભારત તરફ થી સિરાજ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્મા એ ૩ વિકેટ ઝડપી હતી.

રમત-રમતમાં બોલ ટેમ્પરિંગ ? 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડઝ ટેસ્ટ દરમ્યાન મોટો વિવાદ સર્જાય એમ લાગી રહ્યુ છે. મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડના ફિલ્ડર્સ બોલને શૂઝ ના સ્પાઇક્સ થી ખરાબ કરી રહ્યા હોય એવો વિડીયો સામે આવ્યો છે. મેચ દરમ્યાન ટીવી પર આ વિડીયો જોવા મળ્યો હતો. જોકે તે સ્પષ્ટ નથી થઇ શક્યુ કે, બોલ સાથે છેડછાડ કરનાર ખેલાડી કોણ હતુ. કારણ કે વિડીયોમાં માત્ર શૂઝ જ જોવા મળી રહ્યા છે.

જોકે તેમાં દેખાઇ રહ્યુ છે કે, પીળા સોલ ધરાવતા એક ખેલાડીએ શૂઝના નીચે બોલને દબાવ્યો હતો. હકીકતમાં બોલના સ્વિંગ માટે થઇને તેની સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે. ઇંગ્લેન્ડ તરફથી પણ જોકે આ જ પ્રકારની કોશિશ કરવામાં આવતી હોવાનુ દેખાયુ છે. ઇંગ્લેન્ડ ના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે જોકે જાણકારી આપી હતી કે, વિડીયોમાં માર્ક વુડ અને રોરી બર્ન્સ છે.

બ્રોડ ટેસ્ટ સિરીઝ થી બહાર થઇ ચુક્યો છે. તે લોર્ડઝ ટેસ્ટમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે. તેણે બોલને શૂઝની નીચે દબાવવાની ઘટનાનો બચાવ પણ કર્યો હતો. તેણે ટ્વીટ કરીને એ પણ બતાવ્યુ કે, માર્ક વુડ બોલને રોરી બર્ન્સના પગની નીચેથી કાઢવા ઇચ્છતો હતો પરંતુ ચુકી ગયો હતો. આ બધુ એક્સીડેન્ટલી થયુ હતુ. તેણે સાથે જ કહ્યુ હતુ કે, ઘટનાના સ્ક્રિન શોટ લેવાના બદલે પુરો વિડીયો જોવામાં આવે.