- અંબાજીમાં ગબ્બર રોપ વે સુવિધા મેન્ટેનન્સમાં હોવાના કારણે 6 દિવસ બંધ
- ગબ્બર શક્તિપીઠ દર્શન આવતા યાત્રીકો ચાલીને દર્શન કરી શકશે.
- તારીખ 3 થી 8 માર્ચ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવનાર છે
અંબાજી મંદિરમાં શકિતદ્રારે દર્શન કરી ભકતો ગબ્બર પર દર્શન કરવા જતા હોય છે. તો અમુક ભકતો ઉંમરના કારણે તો અમુક ભકતો શારિરીક તકલીફના કારણે ગઢ પર જઈ સકતા નથી, તો અંબાજી મંદીર પર જતા લોકો માટે રોપ-વેની સેવા શરૂ કરી છે. પણ આ રોપ-વે 6 દિવસ મેઇન્ટેનન્સ સર્વિસના કારણે બંધ રહેશે, રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે, જેથી જે ભક્તોને ઉપર દર્શન કરવા જવુ હોય તેઓને પગપાળા જવુ પડશે. જેમાં તારીખ 3 થી 8 માર્ચ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવનાર છે. જે બાદ 9 માર્ચથી ફરી સેવા શરૂ કરવામાં આવશે.
ચાલતા જવાના 999 પગથિયા
અંબાજી ગબ્બર રોપ-વે બંધ હોવા છતાં પગપાળા દર્શન ચાલુ રહેશે, જેથી જે ભક્તોને દર્શન કરવા હોય તેઓ પગપાળા ગબ્બર પર જઇ શકે છે. ગબ્બર પર ચાલતા જવાના 999 પગથિયા છે. આ ઉપરાંત ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે. રોપ-વે ભલે બંધ રહે, પણ ગબ્બરનાં તમામ દર્શન ખુલ્લા રહેશે. વર્ષમાં વાર્ષિક અને અર્ધ વાર્ષિક સમય પ્રમાણે યાત્રિકોની સલામતી માટે રોપ-વેની મરામત થતી હોય છે.
દરરોજ દર્શન કરવા આવે છે હજારો માઈભક્તો
અંબાજી મંદિર ખાતે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ભક્તો અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે જતા હોય છે. સુપ્રસિદ્ધ અંબાજી ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વેની સેવા ઉપલબ્ધ કરાઇ છે.