એનસીડેકસમાં ‘ગોળ’નાં વાયદા ફરી શરૂ

ભારત ગોળના ઉત્પાદનમાં વિશ્વમાં ટોચના સ્થાને, ભારતનાં કુલ ગોળનાં ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ તથા મહારાષ્ટ્રનો મોટો હિસ્સો

ભારતના અગ્રણી કોમોડિટી એકસચન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એકસચેન્જ (એનસીડેકસ) ખાતે ૧પમી ડિસેમ્બરથી ગોળનાં વાયદાઓ પુન પ્રારંભ થશે. આ સાથે જ એનસીડેકસ દ્વારા ઓફર થઇ રહેલા વિવિધ કૃષિ કોમોડિટીના વાયદાની રેન્જમાં વધુ એક કોમોડિટીનો ઉમેરો થશેે. ગોળના વાયદામાં ઉતરપ્રદેશનું મુઝફફરનગર મુખ્ય ડીલીવરી સેન્ટર રહેશે.

આ પ્રસંગે એનસીડેકસના એમ.ડી. અને સી.ઇ.ઓ. વિજયકુમારે જણાવ્યું હતું કે, ગોળના વાયદા પુન શરુ કરીને અમે ઉઘોગની લાંબા સમયની માંગણી પુરી કરીએ છીએ ગોળનાં કુલ વૈશ્ર્વિક ઉત્પાદનમાં ભારત ૬૦ ટકા હિસ્સો સાથે અગ્રક્રમે છે. પરંતુ અત્યાર સુધી ઉત્પાદકો કે વેપારીઓ માટે ગોળના કોઇ બેન્ચમાર્ક ભાવ ઉપલબ્ધ નહોતા હવે ગોળના વાયદા શરુ થતાં તેના સાચા અને સમયસર ભાવ મળતાં થશે એવી અમને આશા છે. બજારનાં કારોબારીઓને એકવાર બેંચમાર્ક ભાવ મળવા શરુ થાય તો તેમનું વેપારનું જોખમ પ્રબંધન અને નિર્ણયશકિત વધુ સરળ સુચારુ અને સચોટ બને છે.

ભારત ગોળનું સૌથી વધુ ઉત્પાદન કરતું હોવા છતાં વેશ્ર્વિક બજારમાં ગોળની સૌથી વધુ નિકાસ બ્રાઝિલ કરે છે. અમેરિકા, ચીન તથા ઇન્ડોનેશિયા ગોળના મોટા આયાતકાર દેશો છે. ઉ૫લબ્ધ આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૮માં ગોળનું કુલ વૈશ્ર્વિક ઉત્પાદન ૧૩૬ લાખ ટનનું હતું. જેમાંથી માત્ર ભારતનું ઉત્પાદન ૮૧૭૦ લાખ ટન જેટલું હતું. ભારતના કુલ ઉત્પાદનમાં ૪૭ ટકા જેટલા હિસ્સા સાથે ઉતરપ્રદેશ ટોચના ક્રમે છે. જયારે મહારાષ્ટ્ર ર૧ ટકા, કર્ણાટક આઠ ટકા તથા તામિલનાડુ પાંચ ટકા હિસ્સો ધરાવે છે.