Abtak Media Google News

કોલકત્તાના ૧૩૧ના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સની ટીમ ૪૯ રનમાં પેવેલીયન ભેગી

ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કોલકત્તા નાઈટ રાઈડર્સએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને માત્ર ૪૯ રનમાં પેવેલીયન ભેગુ કરીને વિરાટ પરાજય આપ્યો છે. કે.કે.આરના ફાસ્ટ બોલર નાન કોલ્ટર, ક્રિઝ વોકસ અને કોલીને ત્રણ-ત્રણ વિકેટો ઝડપીને ૮૨ રને વિજય અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો.

પ્રમ દાવ લેતા કોલકત્તાએ સારી શ‚આત કરી હતી અને નારાયણે ૧૭ બોલમાં ૩૪ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત ગંભીરે ૧૪, ઉથ્પાના ૧૧, પાન્ડેના ૧૫ સહિત કુલ ૧૯.૩ ઓવરમાં ૧૩૧ રનનો ઝુમલો બેંગ્લોર સામે રાખ્યો હતો. બેંગ્લોર તરફી ચહલે ૩ વિકેટો ખેડવી હતી. ૧૩૧ રનના લક્ષ્યાંકને પાર પાડવા વિરાટ કોહલીની આગેવાનીમાં ઉતરેલી બેંગ્લોરની ટીમની પ્રમ ઓવરમાં કોહલી ઝીરો રને કોલટરના બોલમાં આઉટ યો હતો. ત્યારબાદ એક પછી એક તમામ બેટ્સમેનો પેવેલીયન ભેગા તા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૯.૪ ઓવરમાં ૪૯ રને જ પેવેલીયન ભેગુ ઈ ગયું હતું.

બેંગ્લોરનો એકપણ બેટધર ૧૦ી વધુ રન કરી શકયો ન હતો. કોલકત્તાના બોલર કોલટર નાઈલે ૩, યાદવે ૧, વોકેશે ૩ અને ગ્રાન્હોમે ૩ વિકેટો મેળવી હતી. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો આ વિરાટ પરાજય ગણાઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના અત્યંત નબળા પ્રદર્શનના કારણે વિરાટ કોહલીના ચહેરા પર પણ નિરાશા સ્પષ્ટપણે તરી આવી હતી. આઈપીએલની ૧૦મી સીઝન આરસીબી માટે સારી રહી ની. અને આરસીબીએ આઈપીએલમાં સૌી ઓછા જુમલાનો રેકોર્ડ બનાવ્યો છે.

કેકેઆરે પણ ૬૬ રનમાં ૬ વિકેટો ગુમાવી હતી પરંતુ બોલીંગ સામે ટકી રહીને ૧૩૧નું લક્ષ્યાંક ઉભુ કર્યું હતું. જેનો ફાયદો કેકેઆરને મળ્યો હતો. બોલરો માટેની પીચ પર બેટધરોને ટકી રહેવું ખુબ પડકાર‚પ બન્યું હતું. આ પરિસ્િિતમાં પણ નારાયણે સા‚ પ્રદર્શન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.