Abtak Media Google News

ઉપલેટામાં એપલ ગ્રીન ગ્રુપ દ્વારા રોયલ કલબ ફેમીલી દાંડીયારાસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

રોયલ કલબ ફેમીલી દાંડીયા રાસના આયોજક એપલગ્રીન ગ્રુપના સંજય બોરખતરીયા ઉતમઠુમર, લકકીરાજ સિંહ જાડેજા, સમીર લુણાગરીયા, ડો.પિયુષ બોરખતરીયાએ માહિતી આપતા જણાવેલ કે આગામી નવરાત્રીના તહેવાર શહેરના પ્રતિષ્ઠીત લોકો શાંતીથી માણી શકે તે માટે આગામી ૯મીને મંગળવારથી તા.૨૦.૧૦ સુધી ૧૧ દિવસ માટે ખાખીજાળીયા રોડ ઉપર આવેલ એપલગ્રીન પાર્ટીક પ્લોટમાં નૈસર્ગિક સાનિર્ધ્યમાં આયોજન કરેલ છે.

આ રોયલ કલબ ફેમીલી દાંડીયામા માત્ર ફેમીલી માટે જ આયોજન કરવામાં આવેલ છે. શહેરમાં એકમાત્ર રોયલ કલબ ફેમીલી દ્વારા ફેમીલી અર્વાચીન દાંડીયા નવરાત્રી મહોત્સવમાં વેલકમ નવરાત્રીને માતાજીની આરતી રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ધારાસભ્ય લલીતભાઈ વસોયા સહિતનાઓના હસ્તે ઉતારી નવરાત્રી મહોત્સવને ખૂલ્લો મૂકવામાં આવશે.

આ તકે સાંસદ વિઠલભાઈ રાદડીયા, નગરપતિ રાણીબેન ચંદ્રવાડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, આર.ડી.સી. બેંકમાં ડિરેકટર હરિભાઈ ઠુંમર, તાલૂકા સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, બળવંતભાઈ મણવર, યાર્ડના પ્રમુખ માધવજીભાઈ પટેલ, આહિર સમાજના પ્રમુખ પ્રવિણભાઈ ભેડા, પીઠળગ્રુપના નરેન્દ્રભાઈ સુવા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, પુર્વ તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર જૂનાગઢના ઉદ્યોગપતિ કલ્પેશભાઈ પટેલ, રાજકોટના વિવેકભાઈ ગોહિલ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.