ભુજમાં ફરી રૂ.૯.૭૪ લાખનો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડતું આરઆરસેલ

ભુજમાં આર.આર.સેલ.ના પી.એસ.આઇ પી.કે.ઝાલા તથા પો.હેડ.કોન્સ, ગીરીશભાઈ પ્રતાપભાઈ રાયગોર ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ અનિરૂધ્ધસિંહ ચંન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ભુજ જથ્થાબંધ બજાર માર્કેટયાર્ડમાં રામદેવ ટેડર્સ તથા જીજ્ઞા ટ્રેડર્સના માલીકો દ્રારા અખાધ ગોળનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા રેઈડ કરી સદરહુ જગ્યાથી રામદેવ ટેડર્સના ગોડાઉનના માલીક ધર્મેન્દ્રસિંહ ગોડજી જાડેજા રહે ભુજ વાળાના કબ્બામાંથી અખાધ ગોળની ભીલી નંગ -૧૭૦૮ જેમાં અખાધ ગોળ ૧૭૦૮૦ જેની કુલ કિંમત રૂપીયા ૬,૮૩,૨૦૦નો મુદામાલ મળી આવેલ તેમજ જીજ્ઞા સેલ્સ એજન્સીમાંથી ગોડાઉનના માલીક ચમનલાલ ફતેહચંદ સંઘવી રહે- ભુજ વાળાના કબજામાંથી અખાધે ગોળની ભીલી નંગ -૭૨૮ જેમાં અખાધ ગોળ ૭૨૮૦ જેની કુલ કિંમત રૂપીયા ૨,૯૧,૨૦૦નો મુદામાલ મળી આવેલ એમ બંને ગોડાઉનમાંથી અખાધ ગોળ ૨૪૩૬૦ કિલો કિંમત રૂપીયા ૯,૭૪,૪૦૦ના મુદામાલ મળી આવેલ જેથી સ્થાનિક જગ્યાએ એફ.એસ.એલ અધિકારી મારફતે સેમ્પલ લેવડાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી