Abtak Media Google News

વ્હોટસેપ લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર

WhatsAppના યુઝરને છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ ફીચર આપવામાં આવ્યા છે ત્યારે હવે વોટ્સએપ કંપની ટૂંક સમયમાં એડિટ બટન પર કામ કરી રહ્યું છે. આ એપના બીટા વર્ઝન પર એડિટ બટનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં કંપની પાસે આવો કોઈ વિકલ્પ નથી. પરંતુ જો આમ કરવામાં આવશે તો યુઝર માટે WhatsApp યુઝ કરવું સહેલું બનશે.

વોટ્સએપે યુઝરની મેસેજ કરવાની રીતમાં ઘણો ફેરફાર કર્યો છે. મેસેજના રિસ્પોન્સ માટે ફીચર બહાર પાડ્યા બાદ, WhatsApp હવે યુઝર્સને મેસેજ મોકલ્યા બાદ એડિટ કરવાની મંજૂરી આપશે. વોટ્સએપે આ ફીચર પર 5 વર્ષ પહેલા કામ કરવાનું શરૂ કર્યું હતું. હવે 5 વર્ષ બાદ આ ફીચર જલ્દી જ લોન્ચ થઈ શકે છે.

Whatsapp Image 2022 06 02 At 11.24.25 Am

Wabetainfo એ એડિટ ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે જે હાલમાં ડેવલપ થઈ રહ્યો છે. આ મુજબ, જ્યારે તમે કોઈને સંદેશ મોકલો છો, ત્યારે તમને એક એડિટ બટન દેખાય છે. જ્યાં મેસેજ કોપી અને ફોરવર્ડ કરવાના વિકલ્પો આપવામાં આવ્યા છે ત્યાં તમને એડિટનો વિકલ્પ દેખાશે. તેથી તમે એ વિકલ્પ પસંદ કરીને, તમે તમારો મેસેજ મોકલ્યા પછી પણ ભૂલ સુધારી શકશો.

Wabetainfoના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે એડિટ બટન આપવામાં આવી રહ્યું છે તેમાં ટાઈમ વિન્ડો કેટલી લાંબી હશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં આ માહિતી આપવામાં આવી શકે છે. એન્ડ્રોઇડ માટે WhatsApp બીટા પર ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, આ ફીચર ડેવલપમેન્ટમાં છે અને ટૂંક સમયમાં તેને રોલઆઉટ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.