Abtak Media Google News

ગ્રીન ફાર્મ એગ્રી એક્ષ્પોર્ટ પેઢીના ભાગીદારોએ સીસી લોન લઇ હપ્તા ન ભર્યા: પેઢીના બે ભાગીદાર, જામીન અને બેન્કના કર્મચારી સહિત છ સામે નોંધાતો ગુનો

શહેરના કાઠીયાવાડ જીમખાના પાસે આવેલી કરૂર વૈશ્ય બેન્કમાંથી ગ્રીન ફાર્મ એગ્રી એક્ષ્પોર્ટ ભાગીદારી પેઢીએ રૂ.૬.૬૦ કરોડની સીસીલોન અને ૫.૪૬ કરોડ ઇમ્પોર્ટ બીલના મળી રૂ.૧૩.૦૬ કરોડની ઠગાઇ કર્યાની બેન્ક કર્મચારી સહિત છ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાઠીયાવાડ જીમખાના પાસે આવેલી ક‚ર વૈશ્ય બેન્કના ચીફ મેનેજર સંજીવકુમાર ગૌરહરી જેનાએ ગ્રીન ફાર્મ એગ્રી એક્ષ્પોર્ટ પેઢીના દિનેશ જયંતીલાલ તન્ના, દીપ મહેશ તન્ના, રીટી દિનેશ તન્ના, પૂજા મહેશ તન્ના, મહેશ જયંતીલાલ તન્ના અને બેન્ક ઓફિસર પ્રતિક નગીનદાસ વૈશ્ય સામે રૂ.૧૩.૦૬ કરોડની ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગ્રીન ફાર્મ એગ્રી એક્ષ્પોર્ટ પેઢીના દિનેશ તન્ના અને દીપ તન્ના ભાગીદારી પેઢી બનાવી વિદેશી અનાજ અને કઠોળની આયાત કરવાનો વ્યવસાય શ‚ કર્યો હતો. પેઢીને મોટી રકમની જરૂર પડતા એકાદ વર્ષ પહેલાં કરૂર વૈશ્ય બેન્કમાં સીસીલોન માટે અરજી કરી હતી.

કરૂર વૈશ્ય બેન્કની તામિલનાડુ ખાતે આવેલી મુખ્ય ઓફિસે સીસીલોન અંગેની અરજી મોકલવામાં આવી હતી.

સીસીલોન અંગે જરૂરી બેન્ક એકાઉન્ટ, સ્ટેટમેન્ટ અને મોર્ગેજ મિલકત સહિતના દસ્તાવેજી પુરાવા મુખ્ય ઓફિસને મોકલવામાં આવ્યા હોવતા રૂ.૭.૬૦ કરોડની સીસીલોન મંજુર કરવામાં આવી હતી.

ગ્રીન ફાર્મ એગ્રી એક્ષ્પોર્ટ ભાગીદારી પેઢી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી નવ જેટલી મિલ્કતને ક‚ર વૈશ્ય બેન્કને મોર્ગેજ કરી આપતા સીસીલોનની રકમ તેઓના ખાતામાં જમા આપવામાં આવી હતી ત્યારે વિદેશથી આયાત થતા બીલ બેન્કમાં જમા કરાવવાની શરત રાખવામાં આવી હતી.વિદેશથી આયાત થયેલા માલના બેન્ક ઓફિસર પ્રતિક નગીનદાસને બીલ રજુ કર્યા ન હોવા છતાં બેન્કમાં રજુ થયાનું જણાવી રૂ.૫.૪૫ કરોડ વધારાના ઉપાડી લઇ કુલ રૂ.૧૩.૦૬ કરોડની બેન્ક સાથે ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

એ ડિવિઝન પી.આઇ. વી.એન.યાદવ સહિતના સ્ટાફે ગ્રીન ફાર્મ એગ્રી એક્ષ્પોર્ટ પેઢીના ભાગીદારો અને તેના જામીન તેમજ બેન્ક ઓફિસર સામે કાવત‚ રચી બેન્ક સાથે ઠગાઇ અને ઉચાપત કર્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.