ભૌતિક આંતર માળખાકીય સુવિધા અને વિકાસ કામો માટે રાજકોટને રૂપિયા 172 કરોડ ફાળવાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજયની મહાનગરપાલિકાની જન સુખાકારી માટે કરોડો રૂપિયાના કામોને આપી સૈઘ્ધાંતિક મંજુરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા તથા ધ્રોલ નગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે રૂ. ર7 કરોડ 31 લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આના પરિણામે જૂનાગઢ મહાનગરપાલિકાને ર0ર1-રરના વર્ષ માટેના આંતર માળખાકીય વિકાસના બાવન કામો માટે રૂ. ર3.88 કરોડ ફાળવવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ કામોમાં જૂનાગઢ શહેરમાં માર્ગોના ર7 કામો માટે રૂ. 9,ર3,73,7પ7, ગટરના કામ માટે 1પ લાખ રૂપિયા, પાણી પૂરવઠાના કામો માટે ર કરોડ ર8 લાખ રૂપિયા, સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરવા ર કરોડ ર6 લાખ 41 હજાર રૂપિયા, બ્રીજના કામો માટે ર કરોડ 19 લાખ, પર હજાર રૂપિયા તેમજ અન્ય ભૌતિક આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. 7 કરોડ 76 લાખ 7 હજાર 681 મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આગવી ઓળખના કામો માટે 3.43 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ 3.43 કરોડ રૂપિયામાંથી રૂ. ર.9પ કરોડ ધ્રોલ નગરના કમલા નહેરૂ પાર્કમાં એમ્યુઝમેન્ટ પાર્ક બિલ્ડીંગ માટે, રૂ. 44.80 લાખ ગાર્ડન ડેવલપ કરવા માટે અને રૂ. 3.11 લાખ પાર્કમાં ટોયલેટ બ્લોક નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને ર0રર-ર3 ના વર્ષ માટે આંતરમાળખાકીય વિકાસ કામો માટે કુલ રૂ. 1917 કરોડ ફાળવવાની જોગવાઇ તાજેતરમાં જ સુનિશ્ચિત કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આઠ મહાનગરોમાં વસ્તીના ધોરણે આંતરમાળખાકીય વિકાસ કામો માટે ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડ મારફતે જે રકમ આ રૂ. 1917 કરોડમાંથી ફાળવવાનું ઠરાવ્યું છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 710 કરોડ, સુરતને રૂ. પ80 કરોડ, વડોદરાને રૂ. ર18 કરોડ, રાજકોટને રૂ. 17ર કરોડ, ભાવનગર શહેરને રૂ. 80 કરોડ, જામનગર માટે રૂ. 76 કરોડ તેમજ જૂનાગઢને રૂ. 40 કરોડ અને ગાંધીનગરને રૂ. 41 કરોડ ફાળવવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામો, આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન સુવિધા વગેરે માટે રાજ્ય સરકાર મહાનગરપાલિકાઓ- નગરપાલિકાઓને નાણાં ફાળવતી હોય છે.

રાજ્યની 1પ6 નગરપાલિકાઓને આ યોજના હેઠળ આંતરમાળખાકીય વિકાસના વિવિધ કામો હાથ ધરવા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે ર0રર-ર3ના વર્ષ માટે કુલ 379 કરોડ રૂપિયા ફાળવવાનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ સુનિશ્ચિત કરેલું છે.     તદ્દઅનુસાર, ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓને રૂ. 110 કરોડ, ‘બ’ વર્ગની 30 નગરપાલિકાઓને રૂ. 90 કરોડ, ‘ક’ વર્ગની 60 નગરપાલિકાઓને રૂ. 13પ કરોડ તેમજ ‘ડ’ વર્ગની 44 નગરપાલિકાઓને રૂ. 44 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.