Abtak Media Google News

ચેરમેન ભરતભાઈ બોઘરા સહિત એસોસીએશનનાં તમામ હોદેદારોએ ગણતરીની એક જ કલાકમાં મોટી રકમ કરી એકત્રિત

હાલ વિશ્ર્વભરમાં કોરોનાનો કહેર સાર્વત્રિક વ્યાપી ગયો છે ત્યારે લોકોને તે ડરમાંથી બહાર કાઢવા અનેકવિધ સંસ્થાઓ દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી રાહત ફંડમાં અનેકવિધ સંસ્થાઓ યથાયોગ્ય રીતે તેમનું યોગદાન આપી રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. આ તકે ગુજરાત સ્પીનીંગ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા.૧ કરોડની સહાય આપવામાં આવી છે. વિશ્ર્વભરમાં કોરોના વાયરસ દ્વારા જે મહામારી સર્જાય છે ત્યારે અનેકવિધ સંસ્થાઓ મુખ્યમંત્રી રાહતફંડમાં ઉદાર હાથે ફંડ આપી પોતાની રાષ્ટ્રીય ફરજ અદા કરી રહ્યું છે. દેશને રાષ્ટ્રીય આપદામાંથી બહાર કાઢવા માટે ગુજરાત સ્પીનીંગ એસોસીએશન દ્વારા રૂા.૧ કરોડની રકમનું ફંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું હોવાનું સામે આવ્યું છે. કોરોના વાયરસનાં પગલે  રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે રાજયનાં તમામ ઔધોગિક એસોસીએશનો તથા ઔધોગિક સમુહને સહયોગી બનવા અપીલ કરી હતી.

ગુજરાત રાજય સ્૫ીનીંગ એસોસીએશનનાં ચેરમેન ભરતભાઈ બોઘરા તથા પ્રમુખ સોરીનભાઈ પરીખ, હોદેદાર દિલીપભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, રીપલભાઈ પટેલ તથા ગૌતમભાઈ ધમસાણીયાએ આ અંગે ચર્ચા-વિચારણા કરી હતી અને એસોસીએશને માત્ર ગણતરીની ૧ કલાકમાં જ ૧ કરોડનો ફાળો આપવાનું આહવાન કર્યું હતું જે રકમ મુખ્યમંત્રી રાહત ફંડ માટે એકત્રિત કરી ફંડમાં જમા કરાવવામાં આવી હતી. આ તકે ગુજરાત સ્૫ીનીંગ એસોસીએશનનાં સર્વે સભ્યોએ જે યોગદાન ઉદાર હાથે આપ્યું છે તેનો સ્પીનીંગ એસોસીએશનનાં હોદેદારો ખુબ જ આભાર વ્યકત કરી રહ્યા છે.

ગુજરાત સ્પીનીંગ એસોસીએશન દ્વારા કરવામાં આવેલી કામગીરી ‘સહાય’ નહીં પરંતુ નૈતિક ફરજ છે: ગૌતમભાઈ ધમસાણીયા

Vlcsnap 2020 03 31 08H42M52S442

ગુજરાત સ્પીનીંગ એસોસીએશનનાં સેક્રેટરી ગૌતમભાઈ ધમસાણીયાએ અબતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ સમગ્ર વિશ્ર્વ આખું કોરોનાનાં કહેરથી પીડાઈ રહ્યું છે ત્યારે સાર્વત્રિક જે લોકડાઉનની સ્થિતિ ઉદભવિત થયેલી છે તેનાથી કેવી રીતે બચી શકાય તે માટે અનેકવિધ ઉપાયો અને વિકલ્પો સરકાર દ્વારા શોધવામાં આવી રહ્યા છે. આ તકે ગુજરાત સ્પીનીંગ એસોસીએશન દ્વારા ૧ કરોડની માતબર રકમ જે મુખ્યમંત્રી રાહતફંડમાં આપવામાં આવેલી છે તે સહાય નહીં પરંતુ એસોસીએશનની નૈતિક ફરજ છે. આ તકે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની સેવાકિય કામગીરી માટે ગુજરાત સ્પીનીંગ એસોસીએશન હરહંમેશ તૈયાર છે. આ તકે સેક્રેટરી ગૌતમભાઈ ધમસાણીયાએ જણાવ્યું હતું કે, તમામ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં આર્થિક સહાય આપવી જોઈએ જેથી રાજયને કોઈપણ પ્રકારે આર્થિક સંકળામણ કે કટોકટીનો સામનો ન કરવો પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.