Abtak Media Google News

ત્રણ હજાર કરોડ રૂપિયાના નકલી લોન કેસમાં પૂણે પોલીસે બુધવારે બેન્ક ઓફ મહારાષ્ટ્રના સીએમડી સહિત છ લોકોની ધરપકડ કરી છે. નકલી લોનનો આ કેસ પૂણેના રિયલ એસ્ટેટ ડેવલપર ડીએસકે ગ્રૂપ સાથે સંકળાયેલો છે. આર્થિક ગુના શાખાએ બેન્કના સીએમડી રવીન્દ્ર મરાઠે, કાર્યકારી નિર્દેશક રાજેન્દ્ર ગુપ્તા, ઝોનલ મેનેજર નિત્યાનંદ દેશપાંડેની અમદાવાદથી અને ભૂતપૂર્વ સીએમડી સુશીલ મુહનોતની જયપુરમાંથી ધરપકડ કરી છે. આ સિવાય ડીએસકે ગ્રૂપના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુનીલ ઘટપાંડે અને એન્જિનિયરિંગ વિભાગના રાજીવ નેવાસકર પૂણેમાંથી પકડાયા છે. બધા આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા હતા.

મરાઠે પર પદનો દુરુપયોગ કરીને ખૂબ જ મોટી લોન આપવાનો આરોપ છે. અન્ય આરોપીઓને પણ ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ચાર હજાર રોકાણકારોને 1150 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવા અને બેન્ક લોન કેસમાં ડીએસકે ગ્રૂપના માલિક ડી.એસ. કુલકર્ણી અને તેમની પત્ની હેમંતીની ફેબ્રુઆરી 2018માં જ ધરપકડ કરાઈ ચૂકી છે. મહારાષ્ટ્ર સરકારે ગયા મહિને માલિકો અને કંપનીની 120થી વધુ સંપત્તિઓ અને 275થી વધુ બેન્ક ખાતાં અને વાહનો જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.