Abtak Media Google News

ભિવંડીની કોર્ટમાં હાજર રહ્યાં રાહુલ

મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હોવાના વિવાદિત ભાષણ આપવાના મામલે કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. આ મામલે ભિવંડીની એક અદાલતે રાહુલ ગાંધી વિરૂદ્ધ આરોપો નક્કી કર્યાં છે. કોર્ટે રાહુલ પર IPCની કલમ 499, 500 (માનહાનિ) અંતર્ગત આરોપો નક્કી કર્યાં છે. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યાં અને કહ્યું કે આ મામલે હું દોષી નથી. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ અને અશોક ગેહલોત પણ હતા.

શું છે મામલો?

કોર્ટે વર્ષ 2014માં RSS કાર્યકર્તા રાજેશ કુંતે દ્વારા દાખલ માનહાનિના એક મામલે નિવેદન નોંધી રાહુલને કોર્ટમાં હાજર રહેવાના 2જી મેનાં રોજ આદેશ આપ્યાં હતા.6 માર્ચ, 2014નાં રોજ એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીના ભાષણને જોયાં બાદ કુંતેએ કેસ દાખલ કર્યો હતો.પોતાના ભાષણમાં રાહુલે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.