Abtak Media Google News

રાજ્યમાં કોરોનાના ભયંકર આંતક વચ્ચે દર્દીઓને રાહત આપતો રૂપાણી સરકારે વધુ એક નિર્ણય લીધો છે. સરકારે કોરોના ટેસ્ટ RT-PCRના ભાવમાં ઘટાડો કર્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઝડપભેર વધતા ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે ખાનગી લેબમાં તથા ખાનગી લેબ દ્વારા ઘરેથી કોરોના વાયરસના ટેસ્ટ કરવાના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે લેબ પર

જઇ ટેસ્ટ કરવામાં આવે તો રૂ.700 ચાર્જ થશે, જે અગાઉ રૂ.800 હતો. અને ઘરેથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવે તેમાં રૂપિયા 200નો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેથી ટેસ્ટ માટે અત્યાર સુધી રૂ.1100 ચાર્જ થતો હતો જે હવે રૂ. 200 ઘટાડી રૂ.900 કરી દેવાયો છે. આ નવા ભાવ તમામ લેબમાં આજથી લાગુ થઈ ગયા છે.

રાજ્યમાં સતત કેસ વધતા જઈ રહ્યા છે આ ચેઈન તોડવા હવે લોકડાઉન લાગશે કે કેમ ?? આ સવાલ કરવામાં આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં હાલ તો 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ છે અને અનેક તાલુકા અને શહેરોમાં વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યાં છે. ગ્રામ્ય, તાલુકા કક્ષાએ સ્વૈચ્છિક બંધ પાળવામાં આવી રહ્યો છે હવે રાજ્ય સરકાર જે નિર્ણય કરશે તેની માહિતી આગામી સમયમાં આપીશું તેમ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.