૬૦ હજાર RTE બેઠકો માટે ૨.૨૪ લાખ અરજદાર.

right to education | government
right to education | government

રાજય સરકારના શિક્ષણ વિભાગે જારી કરી માહિતી: અરજીઓને સ્કૂટીનાઈઝ કરાશે.

૬૦,૦૦૦ આરટીઈ સી માટે ૧.૨૪ લાખ અરજદારોએ અરજી રી છે આરટીઈ એટલે કે રાઈટ ટુ એજયુકેશન હેઠળ રાજ સરકારને ૬૦,૦૦૦ સીટોના કવોટ સામે ૧,૨૪,૦૦૦ અરજીઓ મળી છે.

રાજય સરકારનાં શિક્ષણ વિભાગે આ મહિતી જારી કરી હતી આરટીઈ સીટ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ હજુ તો ૧૫ માર્ચ હતી પરંતુ એ પહેલા જ તેનો નિયત કવોટા ૬૦,૦૦૦ કરતા વધુ અથવા બમણી એટલે કે ૧૨૪૦૦૦ અરજીઓ અરજદારોએ કરી છે. જોકે ઓનલાઈનના બદલે મેન્યુઅલ એટલે કે પ્રિન્ટેડ એપ્લીકેશન સબમીટ કરવાની ડેડલાઈન વધારીને ૨૦ માર્ચ કરવામા આવી છે. ૨૦ માર્ચ પછી ફોર્મ એટલે કે સબમીટ થયેલી અરજીઓ સ્કૂટીનાઈઝ કરવામાં આવશે જેમાં અધિકારીએ ચકાસણી કરશે કે અરજીની સાથેના સપોર્ટીંગ ડોકયુમેન્ટસ પૂરત પ્રમાણમાં સબમીટ થયા છે કે નહીં? અપૂરતા ડોકયુમેન્ટસ વાળી અરજીઓને અલગ તારવવામાં આવશે.

સબમીટ થયેલી અરજીઓ સ્કૂટીનાઈઝ થયાબાદ જ સાચો અરજીઓને આંકડો જાણી શકાશે કેમકે અપૂરતા ડોકયુમેન્ટસ સાથે સબમીટ થયેલી અથવા અપૂરતી માહિતી સાથે સબમીટ થયેલી અરજી રદ પણ થઈ શકે છે. તેથી જોવાનું એ રહે છે કે ૧૨૪૦૦૦માંથી કેટલી અરજીઓ સ્વીકરવાને પત્ર છે ???

એચઆઈવી પોઝીટીવ અરજદારો તરફથી ૧૩ અરજી મળી

આરટીઈ સીટ પર પ્રવેશ મેળવવા રાજયના શિક્ષણ વિભાગને મળેલી ૧.૨૪ લાખ અરજીઓ પૈકી એચઆઈવી પોઝીટીવ અરજદારો તરફથી ૧૩ અરજીઓ મળી છે!