- બસો કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ, પાસીંગ, પીયુસી કે વીમા વગર ચાલતી હોવાની ફરિયાદ બાદ આરટીઓની કાર્યવાહી
રાજુલાની કાન્હા વિશ્વવિદ્યાલય માં ફરિયાદના આધારે પ્રાઇવેટ સ્કુલમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે બસ ચલાવવામાં આવે છે ચલાવવામાં આવે છે તેનું ચેકિંગ કરતા સાત બસોને મેમો આપતા પ્રાઇવેટ સ્કુલ બેડામાં ખળભળાટ મચી ગયેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ કાન્હા વિદ્યાલય માં કોઈપણ જાતના ડોક્યુમેન્ટ કે પાસીંગ વગર અને પીયુસી તેમજ વીમા વગરની બસો ચલાવવામાં આવતી હોવાની ફરિયાદ આરટીઓ અમરેલીને કરવામાં આવેલ જેના આધારે સરપ્રાઈઝ રેડ કરવામાં આવતા આ માહિતી સાચી પડેલ હોય જેથી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવતા પ્રાઇવેટ સ્કુલ બેડામાં ખળભળાટ મચી ગયેલ છે. સંચાલકો ઉપર કોઈ રહેમ દ્રષ્ટિ રાખવામાં ન આવે તેવી પણ લોકમાંગ છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ડિટેઇન થયેલી બસો ઉપર હજુ સુધી કાર્યવાહી થયેલ નથી અને રોડ ઉપર ફરી રહેલ છે તેમજ પોલીસ ને પણ બસો સોંપવામાં આવેલ નથી.તો શું આમાં મોટો વહીવટ થયેલ છે કે? કેમ તેવો વેધક સવાલ લોકો પૂછી રહ્યા છે.અને આરટીઓ વિભાગ શું ગેમ જોન અને તક્ષશિલા જેવી ઘટના ની રાહ જોઈ રહ્યું છે.તેમજ કાયદા ઓ શું આવી સ્કૂલ ને લાગુ નથી પડતાં કારણકે પુરાવા ઓ સાથે આપેલી ફરિયાદ માં પણ કેમ આરટીઓ વિભાગ કામગીરી કરતું નથી.તેવો સવાલ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ છે. જો કે, કાન્હા વિદ્યાલય અવારનવાર વિવાદોમાં આવતી રહેલ છે અગાઉ પણ આ વિદ્યાલયમાં કોઈપણ જાતના પરમિશન વગર અને બીઓપી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ વગર આ સ્કૂલ ચલાવવામાં આવે છે? તેવો સવાલ લોકોમાંથી ઊઠી રહેલ છે. પકડાયેલી તમામ બસો માં પાસિંગ ગાઈડ લાઈન મુજબ પાણીની બોટલ,જીપીએસ નું સર્ટિ,ફાયર ફાઈટર ની 2 બોટલ તેમજ સર્ટિ,વિન્ડો ની જાળી તેમજ બીજા પણં ઘણા બધા નોમ્સ છે.જે આમાંથી મોટા ભાગની બસોમાં નથી જેથી તે પ્રમાણે દંડ વસૂલવામાં આવે તેવી પણ માંગ લોકોમાંથી ઉઠેલ છે.