Abtak Media Google News

જલારામ બાપાએ ચાલુ કરેલા સદાવ્રતને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા આયોજન : તડામાર તૈયારીઓ

શ્રી રામ ભકત શ્રી જલારામ બાપા અને માતુશ્રી વિરબાઈ મા એ અન્નક્ષેત્ર ચાલુ (સદાવ્રત) કરેલ હતુ તેને ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની ઉજવણીના ભાગ રૂપેતા.૧૮ થી ૨૬ જાન્યુ. ૨૦૨૦ દરમ્યાન જલારામ બાપાના વિરપૂરની પવિત્ર ભૂમીમાં પ.પૂ. શ્રી મોરારીબાપુના સ્વમુખેથી શ્રી રામકથાનો મંગલ અવસર જે શ્રી શતાબ્દી મહોત્સવના ભાગરૂપેપૂ. જલારામ બાપાના પરિવાર દ્વારા શ્રી રામકથાની જલારામ બાપાની જગ્યાના ગાદિપતિ પૂ.  શ્રી રઘુરામ બાપા તેમના નાના ભાઈ ભરતભાઈ ચાંદ્રાણી તથા સમસ્ત જલારામ બાપા, ચાંદ્રાણી પરિવાર તેમજ સમસ્ત વિરપૂરના દરેક જ્ઞાતિના લોકો વેપારી, આગેવાનો, સંસ્થા ખેડુતો, દ્વારા છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

2 5

‘દેને કો ટુકડા ભલા લેનો કો હરીનામ’ જલારામ બાપાના આ મહામંત્રને સાર્થક કરતો આ રૂડો અવસર વિરપૂર ના આંગણે આવ્યો છે. ત્યારે ભજન અને ભોજન નો લાભ લેવા સમસ્ત જલારામ બાપાના પરિવાર દ્વારા દરેક વિદેશ તથા રાજયના દરેક જલારામ બાપાના ભકતો દરેક પરિવાર જનોને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વિરપૂરના આંગણે આ વોસરસ રૂડો અવસર આવ્યો છે. ત્યારે વિરપૂરના ગામ લોકો, ખેડુતો, વેપારી તથા દરેક સંસ્થા દ્વારા વિરપૂરની બજારો, દરેક રાજમાર્ગો તથા દરેક ચોકને ધજા પતાકા લાઈટ ડેકોરેશનથી શણગારવામા આવશે જલારામ બાપાની આ પવિત્રભૂમી વિરપૂરમાં ૨૦૦ વર્ષ પહેલા માતુશ્રી વિરબાઈમાં અને પ.પૂ. જલારામ બાપાએ ગૂરૂ ભોજલરામ બાપાના આર્શિવાદથી અન્નક્ષેત્ર (સદાવ્રત) શરૂ કરેલ તેને ૨૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા અને આજે પણ હજારો યાત્રાળુ, સાધુ સંતો, પ્રસાદ ભોજનનો લઈ રહ્યા છે. આજે પણ જલારામ બાપાના મંદિરે એકપણ રૂપીયોદાન-સોગાંદ સ્વીકાર વામાં નથી આવતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.