Abtak Media Google News
  • ઉડાન પરીક્ષણમાં તમામ પરિબળોને લેવાયા ધ્યાને: ભારતીય સશસ્ત્ર દળોની તાકાતમાં અનેકગણો થયો વધારો

સ્વદેશી રીતે વિકસિત હવાથી સપાટી પર માર કરનાર રુદ્ર એમ-2 મિસાઇલને બુધવારે ઓડિશાના દરિયાકાંઠેથી શું-30 એમ.કે-ઈં દ્વારા સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કરાવવામાં આવ્યું હતુ. ઉડાન પરીક્ષણમાં તમામ પરીક્ષણ ઉદેશ્યોને પૂરા કર્યા હતા. તેમાં પ્રોપલ્શન સિસ્ટમ, ક્ધટ્રોલ અને ગાઈડન્સ એલ્ગોરિધમ જેવી તમામ સુવિધાઓ છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનએ લગભગ 11.30 કલાકે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના શુ-30 એમ.કે-ઈં પ્લેટફોર્મ પરથી રુદ્રમ-2 એર-ટુ-સર્ફેસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતુ.ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ, ચાંદીપુર દ્વારા ઓન-બોર્ડ જહાજ સહિત વિવિધ સ્થળોએ તૈનાત ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ, રડાર અને ટેલિમેટ્રી સ્ટેશન જેવા રેન્જ ટ્રેકિંગ સાધનો દ્વારા મેળવેલા ફ્લાઇટ ડેટા પરથી મિસાઇલની કામગીરીને માન્ય કરવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડીઆરડીઓ, એરફોર્સ અને ઈન્ડસ્ટ્રીને મિસાઈલના સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમને કહ્યું કે આ પરીક્ષણની સફળતાએ રુદ્રમ-2ની ભૂમિકાને મજબૂત રીતે સમર્થન આપ્યું છે અને તે ભારતીય સશસ્ત્ર દળોની તાકાતમાં અનેકગણો વધારો કરશે. રક્ષા મંત્રાલયે પણ એક નિવેદનમાં કહ્યું છે કે રૂદ્રમ મિસાઇલના ઉડાન પરીક્ષણે તમામ ટેસ્ટ પૂર્ણ કર્યા છે. ભારતે બુધવારે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-30 ફાઈટર એરક્રાફ્ટમાંથી ’રુદ્રમ’ એર ટુ સરફેસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “ડીઆરડીઓએ 29 મેના રોજ સવારે 11:30 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-30 એમકે-ઈંઈં પ્લેટફોર્મ પરથી રુદ્રમ-2 એર-ટુ-સરફેસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.”

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.