Abtak Media Google News

માત્ર રાજકોટ જ નહીં દુનિયાના કોઇપણ ખુણેથી ભાગ લઇ શકાશે: 25,26 અને ર7ના રોજ આયોજન

મેરેથોનમાં ભાગ લેનાર પૈકીના હજારો લોકોને ઇ-સર્ટિફિકેટ એનાયત કરાશે: 25 હજારથી વધુ વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લે તેવી અપેક્ષા

કોવિડ-19 મહામારીને મ્હાત આપવા છેલ્લા કેટલાય મહિનાઓથી પોતાના તન, મન, અને ધનથી લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીની ચિંતા કરતા આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, રેવન્યુ કર્મચારીઓ, મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઅલ, પત્રકારો મીડીયા કર્મીઓ  વગેરે તમામ કોરોના વોરીયર્સ પ્રત્યે સંવેદના વ્યકત કરવા તથા તેમની મહામુલી સેવાને બીરદાવવા ના શુભ આશથી રોટરી ડીસ્ટ્રીટક 3060 ના સહયોગથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રન ફોર કોરોના વોરીયર્સ વર્ચ્યુઅલ મેરેથોન 2020 નું ભવ્ય આયોજન આગામી તા. 25,26 અને 27 ડીસેમ્બર 2020 ના કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં ગુજરાત જ નહીં સમગ્ર ભારત દેશ ઉપરાંત દુનિયા ના વિવિધ દેશોમાં વસતા લોકો ઉત્સાહભેર ભાગ લેવા થનગની રહ્યા છે. દેશ વિદેશ માંથી ખુબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે લોકોની સેવા કરતા તમામ કોરોના વોરીયર્સને સમર્પિત આ વચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે. મેરેથોન 2020 નું રજીસ્ટ્રેશન પર કરાવવાનું રહેશે. વધુ વિગત કે જાણકારી માટે મો. નં. 82000 10310 અથવા પર સંપર્ક કરી શકો છો. કલેકટર રાજકોટ, કમિશ્નર, રાજકોટ મહાનગરપાલિકા તથા પોલીસ કમીશ્નર રાજકોટ શહેર નો ખુબ સારો હાથ અને સહકાર રન ફોર કોરોના વોરીયર્સ, મેરેથોન 2020 માં પ્રાપ્ત થઇ રહ્યો છે. આ પ્રોજેકટને સફળ બનાવવા માટે રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર રીટેરીયન પ્રશાંત જાની, પ્રોજેકટ ચેર રોટેરીયન રવિ ગણાત્રા, પ્રોજેકટ,  કો. ચેર  રોટેરીયન દીપેન પટેલ, હોસ્ટ કલબ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના પ્રેસિડેન્ટ રોટેરીયન મેહુલ નથવાણી, સેકેટરી રોટેરીયન નિલેશ ભોજાણી તથા કલબ અને ડીસ્ટ્રીકટ ના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આવી રીતે યોજાશે વર્ચ્યુઅલ મેરેથોન: ચાર વિભાગમાં રહેશે

વચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાથી સ્પર્ધકના મોબાઇલ પર તમામ વિગતો ઉપલબ્ધ થશે. સ્પર્ધક પોતાના યોગ્ય સમયે અને પોતાના અનુકુળ સ્થળ પરથી પોતાની નકકી કરેલ મેરેથોન પુરી કરી શકે છે. સ્પર્ધક જયારે પણ મેરેથોન દોઢ શરુ કરે ત્યારે મોબાઇલ એપ્લીકેશન ઓન કરવાની રહેશે. મેરેથોન પુર્ણ કર્યા બાદ સ્પર્ધકે પોતાનો મેરેથોન ડેટા આયોજક ને અપલોડ કરવાનો રહેશે. સ્પર્ધાને અંતે તમામ સ્પર્ધકો ના ડેટા આધારે પરિણામ ઘોષિત કરવામાં આવશે. મેરેથોન ના દરેક વિભાગમાં રોટરી કલબ તરફથી સ્પર્ધાને અંતે ડેટા અપલોડ કરાવનાર સ્પર્ધકોને લકી ડ્રો દ્વારા ખુબ જ આકર્ષક ઇનામ તથા ઇ સર્ટિફીકેટ આપવામાં આવશે. ઉપરાંત મેડલ માટે રજીસ્ટ્રેશન કરાવનાર સ્પર્ધકોને મેડલ એનાયત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.