Abtak Media Google News
  • જિલ્લા કલેકટર કચેરીમાં રૂપાલા અને સાંસદ રામભાઈ મોકરિયાની અધિકારીઓ સાથે બંધબારણે ચર્ચા

રાજકોટ જિલ્લા કલેકટર કચેરીએ આજે સવારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા ઓચિંતા ઘટના સ્થળે આવી ગયા હતા. જ્યાં તેઓએ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી અને ઘટના અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત શનિવારના રોજ સાંજે 5:30 વાગ્યાના અરસામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગની દુર્ઘટનામાં અંદાજે 30 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટનાને લઈને લોકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જન્મ્યો છે. છેલ્લા બે દિવસથી એવા પણ પ્રશ્નો સર્જાયા છે હતા કે રૂપાલા આ બનાવમાં ક્યાંય દેખાયા જ નથી.

જો કે રૂપાલા આજે ઓચિંતા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તેઓની સાથે સાંસદ રામભાઈ મોકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. બન્નેએ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં બંધબારણે આગકાંડને લઈને ચર્ચાઓ થઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા કલેકટર સાથે પરસોત્તમ રૂપાલાએ આગકાંડને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. જેમાં તેઓએ આગકાંડને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઘટના શનિવારે સાંજે સર્જાઈ હતી. જેમાં રીતસરનું મોતનું તાંડવ રચાયું હતું. ઘટનાને લઈને જિલ્લા કલેકટર દ્વારા અગાઉ ગૃહ મંત્રાલયને પ્રાથમિક રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો. જે બાદ આજે જિલ્લા કલેકટર કચેરીની રૂપાલાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં સૂત્રોના જણાવ્યા અનુસાર રૂપાલાએ તમામ બાબતોની માહિતી મેળવી હતી. પરસોત્તમ રૂપાલા સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ જિલ્લા કલેકટર તેઓની સાથે સિવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યારબાદ એઇમ્સમાં પણ ગયા હતા. આ વેળાએ સાંસદ રામભાઈ મોકરિયા અને અધિક જિલ્લા કલેકટર ચેતન ગાંધી પણ તેઓની સાથે રહ્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ આ બનાવમાં હાલ સરકાર આકરા પગલાં લેવાની તૈયારીઓ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અનેક અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવાય તેવી જાણકારી મળી રહી છે.

ગેમઝોન અગ્નિકાંડને લઈને પરસોતમ રૂપાલા સિવિલ હોસ્પિટલ અને એઇમ્સની મુલાકાતે મને લાગે છે કે દાખલો બેસે તેવી કાર્યવાહી થશે : રૂપાલા

અધિકારીઓના સસ્પેન્શન એક ભાગ છે, સીટની તપાસ બાદ કડક કાર્યવાહી થશે તેવો રૂપાલાનો આશાવાદ

ગેમઝોન અગ્નિકાંડને લઈને પરસોતમ રૂપાલા સિવિલ હોસ્પિટલ અને એઇમ્સની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ કહ્યું કે મને લાગે છે કે દાખલો બેસે તેવી કાર્યવાહી થશે. અધિકારીઓના સસ્પેન્શન એક ભાગ છે, સીટની તપાસ બાદ કડક કાર્યવાહી થશે.

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 28 લોકોના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી. ત્યારે છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં રહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. પરંતું અહીં મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહેલા મૃતકોના પરિવારજનોએ રૂપાલાને ઘેરીને અનેક સવાલો કર્યા હતા.

રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સિવિલ હોસ્પિટલ ખાતે અગ્નિકાંડના પીડિતોને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન મૃતકોના પરિવારજનોએ આરોપ છે કે તમે ઘટનાના 54 કલાક પછી અહીં આવ્યા છો? ત્યારે રૂપાલાએ જણાવ્યું હતું કે, હું બીજા જ દિવસે સ્થળ પર હતો. પણ અહીં આવ્યો ન હતો. જે પ્રક્રિયા થાય તેમાં બાધા આવે તેમ હતી. હું સતત તંત્રના સંપર્કમાં હતો. બીજા દિવસે પણ હું મુખ્યમંત્રી સાથે જ હતો. અમે સ્વજનોની લાગણી પહોંચાડીશું અને તે લાગણી અનુરુપ એક્શન લેવામાં આવે તે દિશામાં કામ કરીશું.’પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, ’મૃતદેહના કેટલા ડીએનએ આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે તેવો છે તે માહિતી લેવાના આશયથી મે સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી છે. 17 ડીએનએ ટેસ્ટ અહીં પહોંચ્યા છે. 27 મૃતદેહ સ્થળ પરથી મળી હતી. થોડા અવશેષો પણ મળ્યા છે. તમામ મૃતદેહ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા છે અને હજુ 10 રિપોર્ટ બાકી છે.’ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે. પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાંને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.

મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.