Abtak Media Google News

અબતક રાજકોટ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને પાંચ વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. તપોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી અંતર્ગત શૈક્ષણિકયોજનાઓની સહાય વિતરણ કાર્યક્રમો, વિવિધ ઉદઘાટનો, ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા.   જે અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને પોરબંદર સ્થિત ડો.વી.આર.ગોઢાણીયા કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવાની સાથે વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રતિકાત્મક લાભાર્થીઓને સહાય કીટ તથા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે કાર્યક્રમનાં મુખ્ય મહેમાન ધનસુખભાઇ ભંડેરીએ હર્ષની લાગણી સાથે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે અનેક પ્રકલ્પો પ્રાપ્ત કર્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે દશેય દિશામાં પારદર્શક વહિવટ કરી ગુજરાતને પ્રગતિશીલ બનાવવાની સાથે અન્ય રાજ્યો માટે માર્ગદર્શક બનાવ્યુ છે.  ધનસુખભાઇએ વધુમાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારની નવી શિક્ષણ નીતિને વિધાર્થીઓ, વાલીઓ સહિત શિક્ષણવીદોએ આવકારી છે. સરકારે પારદર્શક વહિવટ દ્રારા શિક્ષકોની મોટાપાયે ભરતી કરી છે.

પોરબંદરમાં ગુજરાત જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી: વિધાર્થીઓને ઇ-નમો ટેબલેટ,એમવાયાએસવાય યોજના સહાય તથા શોધ યોજના અંતર્ગત સહાય ચેક વિતરણ

સરકારી શાળાઓનાં સ્માર્ટ કલાસરૂમમાં વિધાર્થીઓનું યોગ્ય દિશામાં ઘડતર થઇ રહ્યુ છે. જેના પરિણામે અત્યારે વાલીઓ ખાનગી શાળામાંથી પોતાના સંતાનોને ઉઠાવીને સરકારી શાળામાં એડમીશન લઇ રહ્યા છે.આ પ્રસંગે શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે રાજ્ય સરકારે કરેલા વિકાસની ઝલક ધનસુખભાઇએ મુકી હતી. પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, વર્તમાન સરકારે શિક્ષણલક્ષી કાર્યો કરીને નાગરિકોને વિચારશીલ બનાવ્યા છે. વિધાર્થીઓ અભ્યાસના સીલેબસ સિવાયનું સાહિત્ય વાંચે તે જરૂરી છે. કલેકટર અશોક શર્માએ ગુજરાતી સાહિત્ય ના જાણીતા કવિ, લેખક ઉમાંશકર જોશીને યાદ કરીને વિધાર્થીઓ સમક્ષ ઉમાંશકર જોશીની કવિતા રજુ કરીને કાર્યક્રમને શોભાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધિનગરમાં યોજાયેલા લાઇવ પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.