Abtak Media Google News

ડોલરની મજબૂતાઈથી અનેક વિદેશી કરન્સીઓ રૂપિયા કરતા પણ નીચલા સ્તરે પહોંચી

ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સરખામણીએ અન્ય ઘણી મોટી કરન્સીની સરખામણીએ પ્રમાણમાં ઓછો ગબડ્યો છે. હકીકતમાં રૂપિયો નબળો નથી પડી રહ્યો, ડોલર મજબૂત થઈ રહ્યો છે જેને કારણે અનેક વિદેશી કરન્સીઓ રૂપિયા કરતા પણ નીચલા સ્તરે પહોંચી રહી છે.

15 મોટી અર્થવ્યવસ્થાઓ માટે ઑગસ્ટ 2021 અને ઑગસ્ટ 2022 વચ્ચેના વિનિમય દરો અને ફોરેક્સ રિઝર્વ પરના આઈએમએફના ડેટા દર્શાવે છે કે યુકે અને જાપાન સિવાય, અનેક દેશો ચલણના અવમૂલ્યનનો ભોગ બન્યા અને ફોરેકસ રિઝર્વ ઘટાડવું પડ્યું. કેટલાક દેશોએ તો ફોરેકસ રિઝર્વમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો કરીને કરન્સીને મજબૂતાઈ આપી છે.

કોરોનાથી વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર મંદ પડ્યા બાદ માંડ હજુ અર્થતંત્રની ગાડી પાટા ઉપર આવવા લાગી ત્યાં રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું. તેવામાં વૈશ્વિક અર્થતંત્રને તેની ઘણી નકારાત્મક અસર પડી. અત્યારે કરન્સીનું અવમૂલ્યન ન માત્ર ભારતની અનેક દેશોના અર્થતંત્રને અસર કરી રહી છે. જો કે અનેક દેશોની હાલત આ બાબતે ભારત કરતા પણ ખરાબ છે.

ફોરેકસ રિઝર્વમાંથી સૌથી વધુ ચીને 177 બિલિયન ડોલર ખંખેર્યા, છતાં વૃદ્ધિ માત્ર કરન્સીની વૃદ્ધિ માત્ર 5% જ થઈ

ચીને ઓગસ્ટ 2021થી ઓગસ્ટ 2022 સુધીમાં તેના ફોરેકસ રિઝર્વમાંથી વિશ્વમાં સૌથી વધુ 177 બિલિયન ડોલર ખંખેર્યા છે. તેમ છતાં ચીન પોતાની કરન્સીના અવમૂલ્યનને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. ચીને મોટા પ્રમાણમાં ડોલરનું વેચાણ કર્યું હોવા છતાં તેની કરન્સીમાં માત્રને માત્ર 5 ટકાની જ વૃદ્ધિ થઈ હોવાનું આઈએમએફના ડેટામાં નોંધાયું છે.

હોંગકોંગે ફોરેકસ રિઝર્વ 80 બિલિયન ડોલર ઘટાડયું, કરન્સીમાં માત્ર 0.8% જ વૃદ્ધિ થઈ

હોંગકોંગની કરન્સીમાં સ્થિરતા લાવવા ત્યાની સરકારે ફોરેકસ રિઝર્વમાં 80 બિલિયન ડોલરનો ઘટાડો કર્યો છે. જે ભારત જેટલો જ છે. સામે હોંગકોંગની કરન્સીમાં માત્રને માત્ર 0.8 ટકાની જ વૃદ્ધિ નોંધાઇ છે. આમ છેલ્લા એક વર્ષમાં હોંગકોંગ કરતા ડોલરની સાપેક્ષે ભારતની કરન્સીની સ્થિતિ સારી રહી છે.

ભારતે ફોરેકસ રિઝર્વ80 બિલિયન ડોલર ઘટાડયું, સામે રૂપિયામાં 7.2% વૃદ્ધિ મેળવી

ચીને ભારત કરતા બે ગણાથી પણ વધારે ફોરેકસ રિઝર્વ ઘટાડીને તેની કરન્સીમાં 5 ટકાની વૃદ્ધિ મેળવી છે. ભારતની સ્થિતિ આ બાબતે ચીન કરતા સારી છે. ભારતે તેનું ફોરેકસ રિઝર્વ 80 બિલિયન ડોલર ઘટાડીને ચીન કરતા વધુ કરન્સીમાં 7.2%ની વૃદ્ધિ મેળવી છે.

ફોરેકસ રિઝર્વમાં સ્વિત્ઝરલેન્ડએ 141 તો સિંગાપોરે 128 બિલિયન ડોલર ઘટાડયા

સ્વિત્ઝરલેન્ડએ ફોરેકસ રિઝર્વમાં 141 બિલિયન ડોલરનો ઘટાડો કર્યો છે. જેની સામે કરન્સીમાં 4.7 ટકાની વૃદ્ધિ મળી છે. જ્યારે સિંગાપોરે પણ ફોરેકસ રિઝર્વમાંથી 128 બિકીયનનો ઘટાડો કર્યો છે. સામે કરન્સીમાં માત્ર 2.1 ટકાની જ વૃદ્ધિ નોંધાઇ છે.

ઓગસ્ટ 2021થી ઓગસ્ટ 2022 સુધીની સ્થીતી

Screenshot 1 11

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.