રૂપિયો હવે મોટો થશે : ડોલર સામે સતત મજબુતાઈ

ભારતના અર્થતંત્ર માટે સરકાર લાંબા ગાળાના નિર્ણયો લઈ રહ્યું છે. જેની અસર મોડી થશે પણ ચોક્કસપણે થશે તેવું નિષ્ણાતોનું માનવું છે. સરકારના અર્થતંત્રને મજબૂત કરવાના પગલાંઓની અસર આવવાનું હવે શરૂ થઈ ગયું છે. છેલ્લા થોડા દિવસથી રૂપિયો ડોલર સામે સતત મજબૂતાઇ પકડી રહ્યો છે.

છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી રૂપિયામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.  ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને યુએસ ચલણની નબળાઈને કારણે સોમવારે રૂપિયો યુએસ ડોલર સામે 22 પૈસા વધીને 79.02 પર પહોંચ્યો હતો.  ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં શેરમાં થયેલા વધારા અને ક્રૂડ ઓઈલમાં ઘટાડાને કારણે રૂપિયો 79.16 પર ખૂલ્યો હતો.  રૂપિયો 79.02 પર બંધ થતાં પહેલાં 79.00ની ઊંચી અને 79.22ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.  પાછલા ટ્રેડિંગ સેશનમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 79.24 પર બંધ થયો હતો.

આજે પણ રૂપિયામાં તેજી જોવા મળી રહી છે. રૂપિયો આજે ડોલર સામે 78.96એ ખુલ્યો હતો.  ત્યારે  રૂપિયો ડોલર સામે 45 પૈસા મજબૂત બન્યો છે. આમ રૂપીયો છેલ્લા થોડા દિવસથી સતત મજબૂત બની રહ્યો છે.