રશિયા પણ પીડાઈ છે… યુક્રેન તબાહ થયું, રશિયા તબાહીના રસ્તે

યુદ્ધથી નુકસાન સિવાય બીજુ કોઈ પરિણામ મળતું નથી. રશિયા અને યુક્રેનના યુદ્ધએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. ત્યારે આ યુદ્ધમાં માત્ર યુક્રેન જ નહીં રશિયા પણ પીડાઈ રહ્યું છે. યુક્રેન તબાહ થઈ ગયું છે. તો સામે રશિયા હવે તબાહિના રસ્તે છે.

રશિયાની સ્થિતિ પણ આર્થિક રીતે ખરાબ થઈ રહી છે. યુદ્ધ લાંબો સમય ચાલશે તો તેની રશિયામો તેનો જ દાવ ઊંધો પડી શકે છે. એસ્ટોનિયાના પૂર્વ સંરક્ષણ પ્રધાન રિહો ટેરાસ દાવો કરે છે કે ’જો યુદ્ધ 10 દિવસથી વધુ ચાલશે તો રશિયા ગરીબીની કગાર પર પહોંચી જશે’. પુતિનને સમાધાન માટે વાટાઘાટો કરવા મજબુર થવું પડશે. યુક્રેન પર જલ્દી કબજો મેળવી લેશું, રશિયા તેવા ભ્રમમાં હતું. જેને પગલે આર્થિક સ્થિતિ સતત બગડી રહી છે.

રશિયા હાલમાં એક જ સમયે અનેક મોરચે પડકારનો સામનો કરી રહ્યું છે. જ્યારે બીજી બાજુ યુદ્ધ પર દરરોજ 1.12 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે આ મહિને રશિયાની કરન્સી રુબલ10% નબળો પડ્યો છે. જ્યારે બીજી તરફ પશ્ચિમી દેશોએ પણ રશિયા સાથે ડોલર-યુરો-પાઉન્ડના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં રુબલ વધુ ઘટી શકે છે.

યુદ્ધની શરૂઆતના ત્રણ અઠવાડિયા પહેલાથી જ, રશિયન કંપનીઓને નુકસાન થવાનું શરૂ થઈ ગયું હતું. ત્યાંના શેરબજારમાં 10 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 40 ટકાનો ઘટાડો થયો છે. આનાથી રશિયાની લિસ્ટેડ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે.

યુક્રેન પર હુમલાના માત્ર 4 દિવસમાં રશિયાને 5 લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા છે. એક ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર યુક્રેન પર હુમલા બાદ પણ પુતિન અટકાશે નહીં. રશિયા પડોશી દેશો ફિનલેન્ડ અને સ્વીડન પર પણ હુમલો કરી શકે છે, જે નાટોમાં જોડાવાનું વિચારી રહ્યા છે. બીજી તરફ યુરોપ અને અમેરિકા દ્વારા અલગ-અલગ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવતાં રશિયાના અર્થતંત્રને ભારે નુકસાન થવા લાગ્યું છે.

બીજી તરફ રશિયાની સેન્ટ્રલ બેંકે વિદેશી ગ્રાહકો દ્વારા રશિયન સિક્યોરિટીઝના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.  એક આંતરિક દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે રશિયાની સેન્ટ્રલ બેંકે વ્યાવસાયિક શેરબજારના સહભાગીઓને વિદેશી કાનૂની સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા રશિયન સિક્યોરિટીઝના વેચાણના ઓર્ડરને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.  આ દસ્તાવેજ એસીઆઈ રશિયા દ્વારા જારી કરવામાં આવ્યો હતો.