Abtak Media Google News

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.  યુક્રેન સાથે યુદ્ધ છેડયા બાદ ચારેતરફથી  રશિયાનો બહિષ્કાર થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રશિયાએ તેની વિરુદ્ધમાં રહેલા દેશો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.હવે રશિયા તરફથી   એક વીડિયો સામે આવ્યો છે જેમાં રશિયા તેના રોકેટમાંથી કેટલાક દેશોના ધ્વજની તસવીર હટાવયાનું  અને ભારતના તિરંગાને એમને એમ રહેવા દીધાનું વિડિયોમાં જોઈ શકાય છે.

આ વીડિયોને રશિયન અંતરિક્ષ એજન્સી રોસકોસ્મોસના વડા દિમિત્રી રોગોજિને ટ્વીટ કર્યું  છે. મળતી માહિતી  મુજબ આ વીડિયો બૈકોનૂરનો છે. તે દક્ષિણ કઝાકિસ્તાનમાં એક અંતરિક્ષ કિનારો છે, જેને રશિયાએ ભાડાપટ્ટે આપ્યો છે.દિમિત્રી રોગોઝિન દ્વારા ટ્વીટ કરવામાં આવેલા આ વીડિયોમાં સ્પેસ સ્ટેશનના સ્ટાફને અમેરિકા સહિત કેટલાક દેશોના ઝંડા ઢાંકતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયોને શેર કરતા દિમિત્રી રોગોઝિને લખ્યું છે કે, “બૈકોનુરના લોન્ચર્સે માન્યું છે કે અમારા રોકેટ કેટલાક દેશોના ધ્વજ વિના વધુ સુંદર દેખાશે.”

યુદ્ધ દરમિયાન રોસકોસ્મોસની વેબસાઈટને પણ હેકર્સે નિશાન બનાવી હતી. જોકે આ સાયબર હુમલાથી સ્પેસ સ્ટેશનનું સર્વર સુરક્ષિત હતું. આ માહિતી રશિયન અંતરિક્ષ એજન્સીના વડા દમિત્રી રોગોજિને આપી હતી.ઉલ્લેખનીય છે બ્રિટન, જાપાન, જર્મની સહિતના ઘણા દેશો રશિયાના વિરુદ્ધમાં છે. દરેક વ્યક્તિએ તેના પર વિવિધ પ્રતિબંધો મૂક્યા છે.

આ સાથે જ ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ પર તટસ્થ વલણ અપનાવ્યું છે. પહેલા જ ભરાત તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે અમારી પ્રાથમિકતા યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને  સુરક્ષિત બહાર કાઢવાની છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારત યુદ્ધવિરામનું સમર્થન કરે છે. સાથે જ તેમણે યુક્રેનના પાડોશી દેશોને સરહદ પાર કરવાની મંજૂરી આપવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો. યુએનમાં ભારતે કહ્યું હતું કે, મતભેદોનો ઉકેલ વાતચીત  અને કૂટનીતિ દ્વારા જ લાવી શકાય છે.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.