રશિયા-અમેરિકા વચ્ચે તણાવ: અમેરિકાના 10 રાજદ્વારીઓ સામે રશિયામાં શંકાસ્પદ ગતિવિધિનો આક્ષેપ !!

0
21

અમેરિકાના 10 રાજદ્વારી અધિકારીઓ સામે રશિયામાં શંકાસ્પદ ગતિવિધિઓનો આક્ષેપ, રશિયન વિદેશ મંત્રાલયે સંદીગ્ધોની યાદીમાં 8ના નામ ઉમેરતા બન્ને દેશો વચ્ચે સંઘર્ષના એંધાણ 

વિશ્વની બદલતી જતી રાજદ્વારી પરિસ્થિતિમાં અનેક મોટા દેશોના ભૂતકાળના સંબંધો અને વર્તમાનની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. પરંતુ રશિયા અને અમેરિકા વચ્ચેના ઉંદર-બીલાડી જેવા સંબંધો ક્યારેય મૈત્રીપૂર્ણ બન્યા નથી. ફરી એકવાર અમેરિકા અને રશિયાના સંબંધોમાં તણાવ વધે તેવા સમીકરણો ઉભા થયા છે. રશિયાએ શુક્રવારે અમેરિકાના 10 રાજદ્વારી વ્યક્તિઓની નામાવલી જાહેર કરીને રશિયાની રાજદ્વારી પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરતો હોવાનો આક્ષેપ કરતા ફરીથી વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચે તણાવ વધે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

રશિયાના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, મોસ્કોએ વધુ 8 અમેરિકી રાજદ્વારીઓને પ્રતિબંધીત નેતાઓના લીસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે અને અમેરિકાની બિનરાજકીય સંસ્થાઓને રશિયાના રાજકારણમાં દખલગીરી જેવી પ્રવૃતિ કરતા બંધ કરી દેવાશે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાના એલચી જોન સીલવન્ટને રશિયાના તેમના સમકક્ષને પગલે ચાલવું જોઈએ. રશિયાએ અમેરિકન એલચી કચેરી અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. રશિયાએ આ અઠવાડિયે બીડેન શાસન અંગે નિર્ણય લીધો હતો. અમેરિકાએ રશિયાના અર્થતંત્ર અને મોસ્કોના રાજદ્વારી સમીકરણો અમેરિકાના હિતને જોખમી હોવાનું જણાવ્યું હતું. રશિયાએ અમેરિકાના ઉદ્યોગપતિઓ સામે કડક નિયંત્રણોની શરૂઆત કરી છે. રશિયા અમેરિકાની ચૂંટણીમાં દખલ કરતું હોવાના આક્ષેપો સામે પણ રશિયા વિદેશ મંત્રાલયે આવી બેહુદી અશકય સંભાવનાઓથી મૈત્રીનું વાતાવરણ ન બગાડવા તાકીદ કરી છે. અમેરિકાએ ગુરૂવારે 10 રશિયન રાજદ્વારીઓને ઉદ્યોગપતિઓ પાસેથી નાણા અને લાભ મેળવવાની ગતિવિધિઓ પર ધ્યાન દોર્યું હતું. રશિયાની આર્થિક વ્યવસ્થા અને વૈશ્ર્વિક પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ધોરણે ચાલતી શિત યુદ્ધ જેવી પરિસ્થિતિ અને હાલમાં પણ રશિયાની અણુ સામગ્રી અને વધતા જતા પ્રભાવના કારણે અમેરિકા સતતપણે તેને રોકવાના પ્રયત્નમાં લાગ્યું છે. અમેરિકાના નવા પ્રમુખ જો બીડને બન્ને દેશો વચ્ચે મૈત્રીભર્યા વાતાવરણ વચ્ચે પ્રયાસ કર્યો છે પરંતુ અમેરિકાના નવા પ્રતિબંધો રશિયાને આર્થિક રીતે ભંડોળ ઉભુ કરવા અવરોધ રૂપ બનશે તેવા સંજોગોમાં અમેરિકાના આ પ્રતિબંધો બન્ને દેશો વચ્ચે નવા ઉન્માદનું કારણ બનશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીએ શુક્રવારે પેરીસમાં તણાવ ઘટાડવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, જર્મનીના ચાન્સેલર માર્કેલ સાથે ચર્ચા કરી હતી. અત્યારે બન્ને દેશો વચ્ચે કોઈપણ પ્રકારની સમજૂતી શક્ય નથી અને રશિયાએ અમેરિકાના 10 રાજદ્વારી નેતાઓ પરના પ્રતિબંધની તજવીજ હાથ ધરતા બન્ને દેશો વચ્ચે ફરીથી સંઘર્ષ ઉભો થાય તેવું નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશ્ર્વની રાજનીતિ પર ભારે અસરકારક રીતે અસર કરી શકે છે. દા.ત. રશિયાને ડર છે કે, અફઘાનિસ્તાનમાંથી ઉભી થતી કોઈપણ સ્થિતિ દુનિયા પર અસર કરી રહી છે. અત્યારે બન્ને દેશો વચ્ચે માત્ર વિકાસ માટેની ખેંચતાણ જ નથી પરંતુ રાજદ્વારી રીતે પણ વિસંગત પરિસ્થિતિને કારણે સંઘર્ષ વધે તેવું દેખાઈ રહ્યું છે. રશિયાએ અમેરિકાના 10 રાજદ્વારી નેતાઓ સામે રશિયાના વહીવટમાં ચંચુપાત કરતા હોવાનો આક્ષેપ કરીને તેની યાદી બહાર પાડતા બન્ને મહાસત્તાઓ વચ્ચેના આ ઘુરતીયા આગામી દિવસોમાં માથાકૂટનું કારણ બને તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here