Abtak Media Google News

ભારતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. આ સંકટના સમયમાં દુનિયાભરના દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. રશિયાથી ભારતની મદદ માટે, રશિયન વિમાન સામાન સાથે ભારત પહોંચ્યું છે. આ વિમાનમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતના ઘણા મોડિકલ ઉપકરણો આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાને મદદ કરવા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો છે. રશિયાના 20 ઓક્સિજન કન્સન્ટ્રેટ્સ, 75 વેન્ટિલેટર અને દવાઓ સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ટિ્‌વટ કર્યું હતું, કે તેમણે પાછલા દિવસે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે કોવિડ-19થી ઉદ્ભવતા પરિસ્થિતિઓની ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, દેશના ઘણા ભાગોમાં લોકડાઉન હોવા છતાં, કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં સતત સાત દિવસથી કોરોનાના 3 લાખથી વધુ કેસ નોંધાયા છે. બુધવારે દેશભરમાં 3 લાખ 60 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. અને રેકોર્ડ 3293 લોકો કોરોનાથી મોત થયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.