Abtak Media Google News

તુર્કીમાં 8 દિવસની પેકેજ ટુર ફકત રૂ.49,999 સ્વિઝરલેન્ડ, પેરીસ સાથે યુરોપ ટુર ફકત રૂ. 69,999

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ રાજકોટના પ્રવાસ શોખીનો માટે આપશે વ્યાજબી દરે શ્રેષ્ઠ લોકેશન પર બેસ્ટ વેકેશનનો ખજાનો

પ્રવાસ, જીવનનો એક એવો ઉત્સવ જેના માટે જગતભરની પ્રજા ઉત્સુક હોય છે પરંતુ ગુજરાતી જનતા જગતભરથી અલગ અને વિભિન્ન છે. તેમને પ્રવાસ પણ કરવો છે અને ખર્ચ પણ પરવડે તેવો હોવો જોઈએ. કોરોના દરમિયાન પ્રવાસ શબ્દ ખુબ જ કઠિન થઈ ગયો હતો. આજે સ્થિતિ એવી છે કે સ્વિત્ઝરલેન્ડ, પેરીસ, બાલી, તુર્કી, યુરોપ અને યુ.એસ.એ. જેવા રાષ્ટ્રોમાં પ્રવાસ તો કરી શકાય છે પરંતુ પરવડે તેવી કિંમત ક્યાં? ત્યારે રાજકોટમાં છેલ્લા 27 વર્ષથી કાર્યરત બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા આગામી *તા.29 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 10 થી સાંજે 8 સુધી છઙઉં હોટેલ, જડુઝ રેસ્ટોરેન્ટ પાસે કાલાવડ રોડ ખાતે ટ્રાવેલ ઉત્સવ યોજાશે.

Best Press Note C

” ટુર્સ” સાલ કા સબસે સસ્તા એક દિન નામનો ટ્રાવેલ ઉત્સવ લઈને આવી રહ્યું છે. તેમાં ભવ્ય ઓફર્સ અને નવા ડેસ્ટિનેશનના ખજાનાનો લાભ રાજકોટીયન્સને મળશે. જેમાં વિયેતનામ, બાલી, સ્કેડિનોવેનિયા, રશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, સાઉથઆફ્રિકા, જાપાન, ન્યૂઝીલેન્ડ, તુર્કી તથા યુ.એસ.એ. ઉપરાંત સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ, શ્રીલંકા, ભૂતાન, નેપાલ, ફુકેત-ક્રાબી, બાકૂ, માલદીવ, મોરેશિયસ, ઇંગ્લેન્ડ – આયર્લેન્ડ તથા લેટિન અમેરિકા સહિતના  દુનિયાભરના પ્રવાસન સ્થળો ઉપરાંત અંદમાન-નિકોબાર, દાર્જિલિંગ ,ગેંગટોક, કેરાલા, શીમલા, મનાલી, આસામ, મેઘાલય, બેંગલોર, મૈસુર ,ઉંટી, કૂર્ગ, નૈનીતાલ, કોરબેટ અને કાશ્મીર તથા પવિત્ર ચારધામ યાત્રાનો સમાવેશ થાય છે. અનેક ડિપાચર્સ પર સમર 2023 માટે ટ્રાવેલ ઉત્સવમાં અભૂતપૂર્વક ડિસ્કાઉન્ટ સ્કીમ તથા વ્યાજ વગર સરળ હપ્તાની સ્કીમ તેમ બેવડા લાભ રાજકોટીયન્સને મળશે.

નોંધનીય છે કે 27 વર્ષથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અન્ય સ્થળોની જનતાનો જેમને સંપૂર્ણ સાથ અને સહકાર મળતો આવ્યો છે એવું રાજકોટના ટ્રાવેલની દુનિયાનું ગુંજતું નામ એટલે શ્રી દિપકભાઈ, વત્સલભાઈ તથા અંજલિબેન કારિયા તથા 25 ટીમ મેમ્બર્સ દ્વારા સંચાલિત બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ. રાજકોટ શહેરમાં એર ટિકિટ, હોટલ બુકિંગ, ફોરેન એક્સચેન્જ, વિઝા સર્વિસ ઉપરાંત ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ ગ્રુપ પેકેજ જેવી દરેક સેવાઓ માટે નોન સ્ટોપ સોલ્યુશન આપવાના અભિગમને કારણે પ્રખ્યાત છે. સતત નવા પ્રવાસ આયોજન, નવા પ્રવાસન સ્થળ, નવી સાઈટસીઇંગ અને ભાવતા ભોજન વ્યવસ્થા માટે બેસ્ટ ટ્ટુર્સ સતત પ્રયત્નશીલ રહે છે. સમયાંતરે દુનિયાભરના પ્રવાસોના સ્થળે રૂબરૂ જઈ નવા આકર્ષણ, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરેન્ટનું પર્સનલ ઇન્સ્પેક્શન કરતા રહેવાના કારણે તેઓ સતત નવું પીરસવાની સભાનતા ધરાવે છે.

કોરોના મહામારીને પગલે જ્યારે પ્રવાસ દિવાસ્વપ્ન બની ગયો હતો ત્યારે હવે આ ટ્રાવેલ ઉત્સવ સપનાને સાકાર કરતો અનોખો મહોત્સવ બની રહેશે. જેમાં દરેક કસ્ટમરને અભૂતપૂર્વ સ્પેશિયલ ભાવની સાથે સ્પોટ બુકિંગની તક તો આપવામાં આવશે જ આ ઉપરાંત આ વર્ષે ’બેસ્ટ ટુર્સ” નવી યોજના ’ટિકિટ તમારી અને પેકેજ અમારું’ એટલે કે વિશ્વના કોઈપણ પ્રવાસન સ્થળ માટે ” ટુર્સ” પેકેજ અને ગ્રુપ પ્રવાસમાં દેશના કોઈ પણ સ્થળ પરથી પોતાની એર ટિકિટ કરી જોડાવવા ની વ્યવસ્થા અભૂતપૂર્વ ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ થવા જઈ રહી છે.

બેસ્ટ ટુર્સની નવી યોજના ’જોઇનિંગ ડાયરેક્ટ’ જેમાં *તુર્કી જેવા દેશની 8 દિવસની ઓલ ઇન્ક્લુઝિવ પેકેજ ટુર ફક્ત રૂપિયા 49999 * અથવા યુરોપના દેશોની *8 દિવસની પેકેજ ફક્ત રૂપિયા 69999 * અથવા સ્વિત્ઝરલેન્ડ અને *પેરિસ સાથેની યુરોપ ટુર ફક્ત રૂપિયા 69999 * થી ચાલુ થાય છે.  ( આ ભાવ માં એર ટીકીટ તથા વીઝા ની કિંમત વધારાની આપવાની રહેશે ) તદુપરાંત બીજી અનેક ઓલ ઇન્ક્લુઝિવ પેકેજ ટૂરમાં સ્પોટ બુકીંગ કરાવનારને ભવ્ય સ્કીમનો લાભ મળી રહેશે. આ ઉપરાંત દરેક મુલાકાતઓ માટે દિવસ દરમિયાન ચા-કોફી-રિફ્રેશમેન્ટની વ્યવસ્થા રાખવામાં આવેલ છે તથા વિનામૂલ્ય ભેટ અને લકી ડ્રો તો ખરાં જ.

ટ્રાવેલ મેળાની અવશ્ય મુલાકાત લેવી ભળતા નામથી છેતરાવું નહીં: વત્સલભાઈ

વેકેશનનું આયોજન કરવાનું વિચારતા લોકોએ તો ખરેખર આ ટ્રાવેલ મેળાની રાહ જોવી તથા મુલાકાત લેવી જ જોઈએ પરંતુ એક વાત નોંધવા જેવી છે આજના આધુનિક યુગમાં ભળતા નામ ધરાવતા લોકો પણ કાર્યરત થયા છે ત્યારે કોઈ ભળતા નામથી ન છેતરાયને યોગ્ય સ્થળે અને સર્વોત્તમ સુવિધાઓ આપતા રાજકોટના પોતાનાં જ  બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઈવેટ લીમીટેડ આયોજીત ટ્રાવેલ મેળાની મુલાકાત લેવી આવશ્યક છે તેવી અપીલ રાજકોટ સૌરાષ્ટ્રની જનતાને  વત્સલભાઈ અને દીપકભાઈ દ્વારા કરવામાં આવે છે. નોંધનીય છે કે ’નો કોસ્ટ ઈએમઆઇ’ તથા કોવિડ જેવી પરિસ્થિતિમાં નુકસાન ન થાય તેવા ઇન્સ્યોરન્સની વ્યવસ્થા પણ ” ટુર્સ” દ્વારા કરવામાં આવે છે જે સરાહનીય છે જેથી નિશ્ચિંત બનીને આગોતરું બુકિંગ અત્યારે જ કરાવો. આ માટે ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકાયછે જેમાં 80005 00050 પર સંપર્ક કરવો આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.