- ગામના યુવાનો દ્રારા 21 ફુટ ઉંચુ કાચનુ તેજોમય શિવલિંગ બનાવાયું
- મહા આરતી અને તેજોમય શિવલિંગ પર લાઈટ શો કરાશે
- વહેલી સવારથી જ ભક્તોનુ ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યુ
સાબરકાંઠા: રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહા શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિધ શિવલિંગનુ નિર્માણ કરવામાં આવતુ હોય છે. ત્યારે ગામના યુવાનો દ્રારા 21 ફુટ ઉંચુ કાચનુ તેજોમય શિવલિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. તેમજ વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ ઉપરાંત 12 થી વધુ વિવિધ શિવ સ્વરૂપ ચણાના લોટથી બનાવીને દર્શનાર્થે મુકવામાં આવ્યા હતા. તેમજ રાત્રી દરમિયાન મહા આરતી અને તેજોમય શિવલિંગ પર લાઈટ શો પણ કરવામાં આવશે.
આજે મહાશિવરાત્રી ના તહેવાર નિમિત્તે અનેક શિવ મંદિરમાં ભક્તોનો ઘસારો શરૂ થયો છે ત્યારે વૈજનાથ મહાદેવ ના મંદિર પ્રાંગણમાં કાચ નુ ૨૧ ફુટ ઉંચુ તેજોમય શિવલિંગ નુ નિર્માણ કરાયુ છે સાથે 12 જેટલા ચણાના લોટ થી બનાવેલ શિવલીંગ ના સ્વરૂપો દર્શન માટે મુકવામાં આવ્યા છે…
હિંમતનગર ના રાયગઢ ગામે પ્રતાપ સાગર ની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ ના મંદિરે મહા શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિધ શિવલિંગ નુ નિર્માણ કરવામાં આવતુ હોય છે ત્યારે આજે મહાશિવરાત્રીએ ૨૧ ફુટ ઉંચુ કાચ નુ તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્રારા તૈયાર કરવામાં આવ્યુ છે આજે વહેલી સવાર થી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યુ તો સાથે અહિ ૧૨ થી વધુ વિવિધ શિવ સ્વરૂપ ચણાના લોટ થી બનાવીને દર્શનાર્થે મુકવામાં આવ્યા છે તો વહેલી સવારથી જ ભક્તો નુ ઘોડાપુર અહિ ઉમટ્યુ છે…
દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિત ના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે તો બાબા બર્ફાની અને અમરનાથ જેવુ ગુફાઓ પણ બનાવવામાં આવે છે… પરંતુ આ વખતે અલગ જ ૧ થી ૨ લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી છેલ્લા દોઢ માસ થી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવ્યુ છે તો સાથે ચણાના લોટ થી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે જે આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ છે તો સાથે સાથે અહિ ભક્તોને મનની શાંતિ પણ મળે છે. આજે મહાશિવરાત્રીના રોજ ભક્તો ને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્રારા આયોજન કરવામાં આવ્યુ છે સાથે રાત્રી દરમિયાન મહા આરતી અને તેજોમય શિવલિંગ પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહાર નુ આયોજન પણ યુવાનો દ્રારા કરવામાં આવ્યુ છે.
આમ તો વૈજનાથ મહાદેવ ના મંદિરે માત્ર શિવરાત્રિ જ નહિ પરંતુ વર્ષના ૩૬૫ દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે પરંતુ આ વખતે અલગ જ પ્રકારના તેજોમય શિવલિંગ સહિત શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો પણ લ્હાવો મળ્યો છે..