Abtak Media Google News

હિતેશ રાવલ- સાબરકાંઠા

સાબરકાંઠાના હિંમતનગરમાં કનાઈ ગામમાં કોલેજ કરતી ૧૯ વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ છે. જો કે યુવતીના અગ્નિ સંસ્કાર બાદ મોબાઈલ ખોલવા જતાં વિધર્મી યુવકે યુવતીને સામાજિક બદનામી સહિત આપઘાત માટે મજબૂર કર્યાનો ઘટસ્ફોટ થયો છે. યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. S 2

બનાવની વિગત મુજબ, સાબરકાંઠાના હિંમતનગરના કનાઇ ગામે કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા સમગ્ર પરિવારના માથે આભ તૂટી પડ્યો છે. જો કે વહાલસોયી દીકરીની અંતિમ વિધિ પતાવ્યા બાદ દીકરીનો મોબાઈલ જોતા ગામના જ વિધર્મી યુવક દ્વારા માનસિક ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબૂર કરતા મેસેજ જોવા મળ્યા હતા. જેના પગલે દીકરીના પિતાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપીની અટકાયત કરી છે.

બે પત્નીઓને છોડી ત્રીજા લગ્ન કર્યા બાદ પણ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

આ બનાવના આરોપીએ પ્રથમ પત્નીને તલાક આપ્યા બાદ ગામમાં અન્ય યુવતીને લઈ ભાગી છૂટયા હોવાની સાથોસાથ હાલમાં ત્રીજા લગ્ન કરી પરિવાર સાથે રહેતો હોવા છતાં ગામની યુવતીને જ પોતાના પ્રેમજાળમાં ફસાવ્યાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ છવાઈ છે. જો કે પોતાની દીકરી ગુમાવ્યાના દુઃખની સાથોસાથ ગામના જ વિધર્મી યુવકે કરેલા પાપાચાર સામે ઠોસ કાર્યવાહી કરવાની પરિવારજનો માંગ કરી રહ્યા છે તેમજ આગામી સમયમાં આ વિસ્તારમાં ફરીથી આવો બનાવ ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા જણાવી રહ્યા છે.

જો કે હિંમતનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાના મામલે પરિવારજનો દ્વારા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે આરોપીની અટકાયત કર્યા બાદ પૂછપરછ કરતાં તેને પોતાનો ગુનો સ્વિકાર્યો છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીની સાથે સંબંધો હોવાની સાથોસાથ મોબાઇલમાં ફોટોગ્રાફ અને વીડિયો પણ હોવાનું સ્વીકાર્યું હતું. સાથોસાથ મૃતક યુવતીને માનસિક ત્રાસ આપ્યા હોવાનું પણ ખુલ્યું છે.

વિદ્યાર્થીનીને છેલ્લા કેટલાય સમયથી વિધર્મી યુવક હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ તેની માતાએ કરી હોવા છતાં નજર અંદાજ કરાયેલા સૂચનાના પગલે યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. સાથોસાથ આ યુવક અન્ય યુવતીઓની પણ જિંદગી બરબાદ કરતો હોવાનું ખુલ્યું છે ત્યારે પોલીસે હાલના તબક્કે વિધર્મી યુવકને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.