સાબરકાંઠા: ઈડરમાં 11 વર્ષીય સગીરાના અપહરણ બાદ આચરાયુ દુષ્કર્મ !!

હિતેશ રાવલ, સાબરકાંઠા

દિવસેને દિવસે છેડતી અને દુષ્કર્મના બનાવો વધતાં જાય છે. આજે મહિલાઓ કોઈ પણ સ્થળે સુરક્ષિત નથી. આજે 6 મહિનાની બાળકીથી લઈને વૃધ્ધા પણ બળાત્કારનો ભોગ બને છે. આ આપણાં દેશ માટે એક શરમજનક વાત કહેવાય. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં 11 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ સગીરાનું પ્રથમ અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ઈડર ગામમાં 18 વર્ષના યુવકે 11 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ સગીરાને હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. 18 વર્ષના યુવક સામે સગીરાને અપહરણ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. ઈડર ના ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદના પગલે ચકચાર મચી ગયો છે. પોલીસ દ્વારા આ આરોપીની અટકાયત કરવામાં આવી છે.