Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોના સંક્રમણ દરમિયાન જીવન જરૂરિયાત સિવાયના બધા કામો પર રોક લગાવામાં આવી હતી. હાલ હવે સંક્રમણ ઓછું થતા સરકારી ગાઈડલાઈનો સાથે બધી સુવિધા, ધંધા અને સરકારી કામો શરૂ કરવામાં આવ્યા છે. જયારે સાબકાંઠા જિલ્લાના પેન્શનરો માટે એક મોટી જાહેરાત કરી છે.

રાજય તથા કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન મેળવતા પેન્શનરોને દર વર્ષે જૂન માસના અંતિત ખરાઇ કરાવાની હોય છે. પરંતુ આ ચાલુ વર્ષ કોરોનાની પરિસ્થિત હોવાથી આ મુદત વધારાય છે. હયાતીની મુદ્દત જૂન માસના અંતથી વધારીને 31 ઓગસ્ટ 2021 સુધી કરાય છે.

જેમાં જિલ્લા તિજોરી કચેરીમાંથી IRLએ યોજના હેઠળ પેન્શન મેળવતા પેન્શરો માટે એક જાહેરાત કરી છે. જેમાં જે પેન્શરોની નાણાકીય વર્ષ 2021-22ની વાર્ષિક આવક નિયમો અનુસાર કરપાત્ર હોય તો તેવા પેન્શનરોએ પોતાના કરેલા રોકાણોની વિગતની પ્રમાણિત નકલ ટપાલથી અથવા અત્રેની કચેરીના ઇમેલ [email protected] પર મોકલી આપવાની રહેશે.

આ બાબતે પેન્શનરોને વ્યક્તિગત પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. જો પેન્શનર નિયત સમયમર્યાદામાં રોકાણ અંગે માહિતી પુરી પાડવામાં આવે તો નિયમો અનુસાર આવકવેરાની કપાત કરવામાં આવશે. એમ જિલ્લા તિજોરી કચેરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.