સાબરકાંઠા, હિતેશ રાવલ: સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ ખાનગી ધોરણે ચાલતી સુરભી ડેરીના સંચાલકે બિન આરોગયપ્રદ દૂધ બેરણા દુધ મંડળી મારફતે સાબર ડેરીમા વેંચતા વિરોધ વંટોળ ઊભો થયો છે. શંકાસ્પદ દુધ હોવાનું સામે આવતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. જોકે દુધનુ સેમ્પલ સાબરડેરી ખાતે મોકલવામાં આવતા દુધ સ્વીકારવા લાયક ન હોવાથી નામ માત્રનો 5 લાખનો દંડ સુરભી ડેરીને ઝીંકાયો છે.

જણાવી દઈએ કે હિંમતનગર પાસે આવેલ બેરણા દુધ મંડળીમાં સુરભી ડેરીના સંચાલક દ્રારા દરરોજનુ 100 થી 150 લીટર જેટલુ એક સમયનુ દુધ વેંચવામાં આવે છે. જેમાં મેડળીના સેક્રેટરી અને ચેરમેનના પત્નીના નામે આ દુધ અપાતુ હતુ. જેના કારણે શંકાસ્પદ દુધને લઈને સમગ્ર મામલો બીચક્યો હતો. મંડળીના સેક્રેટરીના નામે અને અન્ય એક મહિલાના નામે રૂપિયા 49,97,983નુ દુધ ભરાવાયુ હતું. ગત મે માસમાં 4, 83,815 નુ 10420 લીટર દુધ સ્વીકારાયુ છે તો ગામલોકો અને મંડળી દ્રારા આ દુધના સેમ્પલ સાબરડેરી ખાતે મોકલી અપાયા હતા જેમાં દુધ સ્વીકારવા લાયક નથી તેવુ જણાવામાં આવતા હોબાળો મચી ગયો હતો.

જો કે સૌથી મોટો સવાલ એ છે કે એક તરફ કોરોના મહામારી અંતર્ગત દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતો થયો છે અને દૂધ પૌષ્ટિક આહાર તરીકે ગણવામાં આવે છે ત્યારે સાબરડેરીમાં છેલ્લા કેટલાય સમયથી આરોગ્યને માટે હાનિકારક દૂધ મોકલી સ્થાનિક જનતા સાથે ચેડા કરતી ડેરીને આમલી નામ માત્રનો દંડ કરાયો છે જેના પગલે વિરોધનો વંટોળ પેદા થયો છે. ડેરી સામે વધુ કડક પગલાં ભરવાની માંગ કરી છે.

surbhi

બેરણા ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આ દુધના સેમ્પલ લેવા માટે અનેક વાર જણાવવામાં આવ્યુ હતુ પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી તેવા આક્ષેપ પણ કર્યા છે. તો આ ઉપરાંત ગામલોકોએ સેમ્પલ લઈને સાબરડેરી ખાતે મોકલવામાં આવતા દુધના સેમ્પલમાં વધુ પાણી સહિતના તત્વો વધુ હોવાનો અને દુધ સ્વીકારવા લાયક ન હોઈ મંડળીએ ન સ્વીકારવાનો અભિપ્રાય આપ્યો હતો. તો મંડળીની 11 સભ્યોની કારોબારી બોલાવતા 5 લાખ દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે પરંતુ ગામલોકોનો આક્ષેપ છે કે 49.97 લાખનુ દુધ અત્યાર સુધી ભરાવવામાં આવ્યુ હતુ તો પણ 5 લાખનો જ દંડ કેમ ??

સંક્રેટરી અને ચેરમેનના પત્નીના નામે કેમ દુધ ભરાવાતુ હતુ તે પણ એક મોટો પ્રશ્ર્ન ગામલોકોએ ઉઠાવ્યો છે. બેરણા ગામે ચાલતા સફેદ દુધનો કાળો કારોબાર સામે આવતા ગામ લોકોએ હોબાળો મચાવતા દંડનીય કાર્યવાહી તો થઈ છે પરંતુ કેટલા સમયથી આ પ્રકારનુ ભેળસેળ વાળુ દુધ લોકો આરોગી રહ્યા હતા તે એક મોટો સવાલ ઉભો થયો છે. તો સાબર ડેરી દ્રારા આ મામલે અન્ય કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે તો અન્ય કોઈ વ્યક્તિ કે ડેરી આ પ્રકારનુ દુધ વેચી ન શકે તેમ ગામલોકો માંગણી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.