Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: દેશમાં હાલ ઇંધણના ભાવ આસમાને પોહચ્યા છે. આ સાથે મોંઘવારી પણ વધી રહી છે. ભાવ વધારાને લઈ કેન્દ્ર સરકાર સામે ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દેશના અમુક વિસ્તારોમાં આ બાબતે વિરોધ દર્શાવામાં આવ્યો હતો. હાલ સારબકાંઠા જિલ્લામાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારી સામે વિરોધ દર્શવાયો છે.

સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્રારા મોઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલમાં પેટ્રોલ ડીઝલ સહિતની ચીજવસ્તુઓમાં મોઘવારીએ માજા મુકી છે. ત્યારે મોઘવારીને લઈને કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ કાર્યકરો, મહિલા પ્રમુખ, મહિલા કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયથી રેલી યોજી હતી.

રેલીમાં કાર્યકરોએ માથે ગેસની બોટલ, તેલના ડબ્બા લઈને રેલીમાં જોડાયા હતા. આ સાથે મોંઘવારી વિરુદ્ધ સુત્રાચ્ચારો કરી રેલી કાઢવામાં આવી હતી. જેમાં પોલીસે ટાવર ચોક પાસેથી 40 થી વધુ કાર્યકરો અને મહિલા કાર્યકરોની અટકાયત કરી તમામને બી ડીવીઝન પોલીસ મથકે લઈ જવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.