Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના કવચ તરીકે વેક્સીનેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં તો ડ્રાઇવ યોજી વેક્સનેશન યોજાય છે પરંતુ સાબકાંઠાના પોશીના જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વેક્સીનેશનની કામગીરી કરવા અનેક પડકારો સામે આવે છે. જો કે ચોંકાવનારી વાત એ સામે આવી કે રાજ્યમાં અન્ય વિસ્તારો કરતાં આદિવાસી વિસ્તારોમાં વધુ જાગૃતતા જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં અત્યારસુધીમાં 70 ટકાથી વધુ વેક્સીનેશન થઇ ગયું છે જે શિક્ષકો અને આરોગ્ય ટીમના સહિયારા પ્રયાસથી 100 ટકા સુધી પહોંચી જશે.

કહેવાય છે કે આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધા વધુ જોવા મળતી હોય છે, જો કે સાબરકાંઠાના પોશીના તાલુકામાં આશ્ચર્યજનક સૌથી વધુ ટકાવારી સાથે વેક્સીનેશન કામગીરી થઇ ચૂકી છે. અહીં 70 ટકાથી વધુ લોકોએ કોરોના વેક્સીનનો બંને ડોઝ લઇ લીધો છે. આ ટકાવારીને 100 સુધી પહોંચાડવા માટે શિક્ષકો અને આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.

01 6વનવાસી વિસ્તારમાં વિવિધ અંધશ્રદ્ધા શહીત લોકોને ભ્રમિત કરનારાઓની સંખ્યા સવિશેષ રહેતી હોય છે જોકે સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા અવિરત પ્રયાસો અંતર્ગત વેક્સિનેશનની બાબતમાં અન્ય તાલુકાઓ સહિત ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવતા તમામ તાલુકાઓ માટે પણ આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શું પાણીમાં યોગ શક્ય છે ? સાબરકાંઠાના 61 વર્ષીય મહેન્દ્રસિંહ રાજપૂતના યોગ કરતબ જોઇ યુવાનોને આવી જશે શરમ

જોકે હાલમાં કોરોના મહામારી કાબુમાં લેવા માટે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત શિક્ષણ વિભાગે કરેલી મહેનત રંગ લાવી રહી છે, જેમાં આ અંતરીયાળ પોશીના વિસ્તારમાં 70 ટકાથી વધારે લોકો ને રસીકરણનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે ત્યારે તંત્ર દ્વારા સો ટકા વેક્સિનેશન કરવાનો પ્રયાસ આગામી સમયમાં કેટલો સફળ બની રહી છે તે પણ મહત્વનું બની રહેશે. સાથોસાથ ગુજરાત શિક્ષણ વિભાગ માટે પણ સાબરકાંઠાના પોશીના કરાયેલો આ પ્રયાસ સીમાચિન્હ બની રહે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.