Abtak Media Google News

1મે ગુજરાત રાજય સ્થાપના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી ‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનને રાજ્યવ્યાપી શરૂઆત કરી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રભારી અને રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલે જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતેથી મારૂ ગામ કોરોનામુક્ત ગામના અભિયાનને ખુલ્લુ મુક્યુ હતું.

સમગ્ર દેશમાં કોરોના મહમારીમાંથી પસાર થઇ રહ્યુ છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણનો વ્યાપ શહેરી વિસ્તારમાં વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય સ્તર સુધી વિસ્તરે નહીં, તે માટે રાજ્ય સરકાર સમગ્ર રાજયમાં શનિવારથી ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’નું અભિયાન હાથ ધર્યુ છે. જેમાં ગામડાઓમાં કોરોના અંગે જાગૃતિ લાવવા સોશ્યિલ ડિસ્ટન્સિંગ, ફરજીયાત માસ્ક તેમજ વારંવાર સાબુથી કે હાથ સેનિટાઇઝ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આ ઉપરાંત યુવા અને વયોવૃધ્ધમાં મૃત્યુનું પ્રમાણ ઉચું જોવા મળી રહ્યુ છે, ત્યારે પાત્રતા ધરાવતા વ્યક્તિઓમાં ફરજીયાત રસીકરણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

Sb
મંત્રીએ સાબરકાંઠા જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ અધિકારીઓની બેઠકમાં જિલ્લામાં વ્યાપેલા કોરોના સંક્રમણના વ્યાપની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારની ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના ત્રિપલ ટી થકી વધુમાં વધુ લોકો સુધી પંહોચી શકાય, તે દિશામાં કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં હાલ બેડની ક્ષમતામાં વધારો કરવાની જરૂરીયાત જણાય તો તેવા સ્થળ સુનિશ્ચિત કરવા આયોજન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં જરૂરીયાતમંદ દર્દીઓને રેમડેસિવિર સરળતાથી મળી શકે અને ઓક્સિજનનો જથ્થો પ્રયાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય તેમ કરવા જિલ્લા કલેકટર ને અનુરોધ કર્યો હતો.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતુંકે, ‘ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સંક્રમણને ટાળી શકાય તે માટે ગામમાં જ કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવે, જેથી કોરોનાના પ્રાથમિક લક્ષણ જણાતા હોય તેવા દર્દીઓની ઝડપથી સારવાર થઇ શકે. ગામમાં કોરોનાના વ્યાપને વધતો અટકાવી શકાય તેમજ સ્વૈચ્છિક લોકડાઉન કરવા પર ખાસ ભાર મુક્યો હતો.

બેઠક દરમિયાન હિંમતનગરના ઔધાગિક એકમ દ્વારા ઉત્પાદિત થતી રેપિડ કિટને જિલ્લા વહિવટીતંત્રને લોકપયોગ અર્થે અર્પણ કરવામાં આવી હતી, અને વધુ જરૂરીયાત હોય તો આપવા માટે સહયોગ પણ દર્શાવ્યો હતો. આ બેઠકમાં સાસંદ દિપસિંહ રાઠોડ, રાજયસભાના સાસંદ રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા, જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજર, જિલ્લા અગ્રણી જે.ડી.પટેલ, કું કૌશલ્યાકુંવર બા સહિત જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.