Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા:

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ગત રવિવારે યોજાયેલી મતદાન બાદ આજે સવારે હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં પાટનગર કબજે કરવામાં ભાજપ સફળ રહ્યું છે. બીજી તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનું પણ આજે પરિણામ આવ્યું છે. જેમાં મોટા ભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે સાબરકાંઠા હિંમતનગર તેમજ પ્રાંતિજ પેટાચૂંટણીમાં પણ ભાજપની જીત થઈ છે.

હિંમતનગરના પરબડા તાલુકા પંચાયત વૉર્ડ 22

બીજેપી 2438 મત
કોંગ્રેસ. 2392 મત
બીએસપી 75 મત
આપ. 278 મત
નોટા. 54 મત
………
કુલ. મત 5237

પ્રાંતિજના ઘડકણ તાલુકા પંચાયતમાં વોર્ડ 7

બીજેપી 2657 મત
કોંગ્રેસ. 1835 મત
આપ. 143. મત
નોટા. 40. મત
કુલ મત 4675

Screenshot 4 2

પ્રાંતિજના ઘડકણ તેમજ હિંમતનગરના પરબડામાં કમળ ખીલ્યું છે. હિંમતનગરના પરબડા તાલુકા પંચાયતમાં ભાજપની 45 મતે જ્યારે પ્રાંતિજના ઘડકણ તાલુકા પંચાયતમાં 822 મતે જીત થઈ છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ જીતતા કાર્યકર્તા-આગેવાનો તેમજ સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ડીજેના તાલે ઝૂમી રાસ ગરબા કરી ઉજવણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.