Abtak Media Google News

હિતેશ રાવલ – સાબરકાંઠા:   છેલ્લા કેટલાય સમયથી કેટલાક ખનન માફીયાઓ ખાણખનીજ વિભાગની પરવા કર્યા વિના ખનીજ ચોરી કરી રહ્યા છે ગુજરાતમાં ઘણી સમયથી ખનીજ ચોરી ઘટનામાં પણ વધારો થતો જાય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ખનન યથાવત છે. ખેડબ્રહ્મ જીલ્લામાં વધુ ખનીજ ચોરીની ઘટના બની છે.ખેડબ્રહ્મા હરણાવ નદીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે અને કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


સાબરકાંઠાના ખેડ બ્રહ્મ ગામમાં હરણાવ નદીના ભૃગુઋષિ મંદિરની પાછળના ભાગમાં આ કૃત્ય ચાલતું હતું. ત્યારે અચાનક ખાન ખનીજ વિભાગે રેડ પાડીને હિટાચીમશીન સહિતનો ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ પોલીસ વિભાગ દ્વારા અહી રેડ પાડવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન માફિયાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ખાણ-ખનીજ વિભાગ દ્વ્રારા અચાનક રેડ પડતાં ખનીજ ચોરોમાં ફફડાટ જોવા મળ્યો છતાં પણ અવાર-નવાર સાબરકાંઠામાં આવી ઘટના બનતી હોય છે. હવે આ ખનીજ ચોરો સામે સરકાર અને પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.