Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થનાર છે. આ પર્વની અનુલક્ષીને જિલ્લામાં જાહેર માર્ગો રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઈને વ્યક્તિઓમાં જાનનું જોખમ ઊભું થવાની સંભાવના રહેલી છે.આ પર્વના દિવસે શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ તથા ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને  ખવડાવતા  હોય છે. જેના કારણે  જાહેર માર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફિક અવરોધ પેદા થતો હોય છે.

ઘણા લોકો પતંગ ઉડાડવા માટે માંઝા અથવા દોરી કે  નાયલોન અથવા અન્ય સીન્થેટીક મટીરીયલ અથવા સીન્થેટીક પદાર્થથી કોડેડ કરેલ હોય  અને નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવા દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ દોરાઓ એકદમ ધારદાર હોવાના કારણે કોઈ વ્યક્તિને શરીરના કોઈ ભાગ ઉપર ઘસાવાથી શરીર ઉપર કાપાઓ પડે છે, જેના કારણે શારીરિક ગંભીર ઈજાઓ તેમજ કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિનું મોત નિપજ્યા સુધીના ગંભીર બનાવો પણ બનતા હોય છે. તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે.

આ પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ તુક્કલ,ચાઇનીઝ લેન્ટર્સ આકાશમાં ઉડાડવામાં આવતા હોય છે.તુક્કલમાં હલકી ક્વોલિટીની સળગી જાય તેવા વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેમજ સરગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાન અને સંપત્તિને નુકસાન થાય છે. ટેલીફોન કે ઇલેક્ટ્રોનિકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઈપણ ધાતુના તાર લંગર નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર. પ્લાસ્ટિક/પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિન મટીરીયલ,કાચ પાઉડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી/નાયલોન/ચાઈનીઝ માંઝા પાકા દોરા તથા પ્લાસ્ટિક બનાવટના માંઝા/દોરાના ઉત્પાદન, આયાત,ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર. ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ તુક્કલ,ચાઈનીઝ લેન્ટર્ન, સ્ક્યાય લેન્ટર્નના ઉત્પાદન આયાત,ખરીદ વેચાણ,સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા ઉપર. મેટાલીક બેઝડ  થ્રેડસ તથા ઓડિયો મેગ્નેટિક ટેપના ઉપયોગ ઉપર. આ હુકમ 15  અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા જી.પી.એક્ટ 1951ની કલમ-177,131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.