Abtak Media Google News

હિતેશ રાવલ – સાબરકાંઠા

છેલ્લા ઘણા સમયથી પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના વેપાર પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાયોડિઝલ વેચનારને ઝડપવામાં આવ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો છે. સાબરકાંઠાના હિંમતનગરના વક્તાપુર ગામ નજીક બાયોડીઝલના ધંધાર્થીઑ પર દરોડા પાડવામાં આવ્યા છે.

હિંમતનગરમાં વક્તાપૂર ગામ નજીક બાયો ડીઝલનો કાળો કારોબાર કરતાં 4 આરોપી પકડાયા છે એ ચાર પૈકી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 4380 લીટર બાયોડીઝલ સાથે બે આરોપીની SOG પોલીસે ધરપકડ કરી છે. 3 લાખ 6 હજાર 600નો બાયો ડીઝલ સહિત 3 લાખ 55 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. હિંમતનગર મામલતદારને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.