Abtak Media Google News

હિતેશ રાવલ – સાબરકાંઠા

ગુજરાતમાં વધુ એકવાર કમોસમી વરસાદ ની આગાહી સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે ત્યારે બીજી તરફ હિંમતનગર માર્કેટ યાર્ડ મગફળીની આવક પણ યથાવત થઈ રહી છે જેના પગલે વેપારી સહિત ખેડૂતો માટે કમોસમી વરસાદ ચિંતાનો વિષય બની રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં જાણે છે આ વર્ષે કિસાનોના માથે ઘાત લઈને આવ્યું હોય તેમ વધુ એક વાર ભારે વરસાદની આગાહી સાબરકાંઠા જિલ્લાના માર્કેટ યાર્ડ સહિત તમામ એપીએમસી માર્કેટમાં વિપુલ આવક થઈ રહી છે જોકે આગામી સમયમાં વરસાદ થાય તો કિસાનો સહિત વેપારીઓ માટે ખૂબ મોટી સમસ્યા સર્જાઇ શકે તેમ છે.

હાલના તબક્કે ૬૦૦થી ૭૦૦ ટ્રેક્ટર પ્રતિદિન મગફળીના વિચાર માટે માર્કેટયાર્ડોમાં આવી રહ્યા છે ત્યારે તમામ ગામડાઓનો પણ હવે મગફળી ઉતરી ચૂક્યા છે જોકે આગામી સમયમાં સ્થિતિ યથાવત રહી તો મગફળી પકવતા ખેડૂતો સાથે વેપારીઓ માટે ખૂબ મોટી સમસ્યા સર્જાશે તે નક્કી છે. ત્યારે જોવું છે કે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા કેવી અને કેટલી તૈયારીઓ કરાઈ છે જોકે વર્તમાન સ્થિતિ યથાવત રહે તો ખેડૂતો સહિત APMC માર્કેટના વેપારીઓ ને ભારે નુકશાન સર્જાઈ શકે છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.